Site icon

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને પગલે સોલાપુરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વેપારીઓનું વિરોધ પ્રદર્શન; દાળની ખરીદી બંધ કરી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારના સ્ટૉક લિમિટના નિર્ણયથી રોષે ભરાયેલા સોલાપુરના વેપારીઓ છેલ્લા બે દિવસથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓએ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દાળની ખરીદી બંધ કરી દીધી છે. સોલાપુરમાં ૪૫ જેટલી દાળની મિલો છે, જે આ પ્રદર્શનના કારણે બંધ છે. ઉપરાંત ૧૬ જુલાઈએ થનારા આંદોલનમાં પણ આ વેપારીઓ સહભાગી થવાના છે.

આ વિશે વધુ જણાવતાં સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાજુ રાઠીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સરકારે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર ભરેલું આ પગલું ખોટું છે. વેપારીઓને આ નીતિથી ભારોભાર નુકસાન થશે.” આ અચાનક અમલમાં મુકાયેલી સ્ટૉક લિમિટને કારણે જે વેપારીઓએ મોટા જથ્થામાં માલની આયાત કરી લીધી છે, એનું શું થશે? આ કારણે પણ વેપારીઓની ચિંતા વધી છે.

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ ભારે નુકસાન થયું છે. એવામાં આ પ્રતિબંધથી વેપારીઓની હાલાકીમાં વધારો થશે અને ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ ચિંતિત છે, કારણ કે તેઓ મોટા પાયે આયાત કરી નાના વેપારીઓને માલ પૂરો પાડે છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version