Site icon

ચૂંટણીમાં પ્રલોભન આપનારા ઉમેદવારો સામે થવી જોઈએ સખત કાર્યવાહી, આ વેપારી સંગઠને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખી કરી અપીલ 

 News Continuous Bureau | Mumbai

ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. તેના માટે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મહારાષ્ટ્ર રાજ્યના મહાસચિવ અને ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે CAIT એ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય દેવને પત્ર મોકલીને ચૂંટણી નિષ્પક્ષ રીતે હાથ ધરવા વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અને દિલ્હી પ્રદેશ પ્રમુખ વિપિન આહુજા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના વેપારીઓ ચૂંટણીને આવકારે છે અને તેને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપે છે. દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ પૃષ્ઠભૂમિમાં, અમે વિનંતી કરીએ છીએ કે આ સમયગાળા દરમિયાન તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓ પર કોઈપણ પ્રકારના લાભની ઘોષણા કરવા, મફતમાં કંઈપણ આપવાનું વચન આપવા અને આવી કોઈપણ જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને તે પછી પણ જો આવી ઘટના બને તો તે આવા ઉમેદવાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ચૂંટણીમાંથી હાંકી કાઢવામાં આવે અને આચારસંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુના તરીકે ગણવામાં આવે. કારણ કે આવા પ્રલોભન નિષ્પક્ષ ચૂંટણીઓને અસર કરશે અને તે ભારતીય બંધારણની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ હશે. 

આ સમાચાર પણ વાંચો: સેફ હેવન ગણાતા સોનાની ચમક વધી- 50 ટકા થી વધુ લોકોએ કર્યું છે સોનામાં રોકાણ- ગુજરાતનું આ શહેર ટોપ પર- જુઓ આખું લિસ્ટ

શંકર ઠક્કરે પરિપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરવામાં ન આવે અને દેશભરમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાઈ શકે તે માટે અમે સમગ્ર દેશમાં યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી પંચ પાસે આવી જ માંગણી કરીશું.

ઉલેખનીય છે કે દિલ્હીની નાગરિક સંસ્થાની ચૂંટણી આગામી 4 ડિસેમ્બરે યોજાશે, જ્યારે ઉમેદવારો 7 નવેમ્બરથી તેમના નામાંકન ભરવાનું શરૂ કરી શકશે. નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 14 નવેમ્બર છે અને પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

 

Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Exit mobile version