Site icon

જો એલન મસ્કે ટ્વિટરના ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલને કાઢવાની હિમાકત કરી તો ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા. જાણો રસપ્રદ વિગત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

ટ્વિટર(Twitter) હવે એલન મસ્કની(Elon musk) માલિકીની બની ગઈ છે અને ટેસ્લા(Tesla) બોસ હવે  ટ્વિટરના વડા છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે શું પરાગ અગ્રવાલ(Parag Agarwal) ટ્વીટરના સીઈઓ(CEO) તરીકે ચાલુ રહેશે?  એલન મસ્કે અગાઉ જ કહી ચૂક્યા છે તેઓ  ટ્વિટરના મેનેજમેન્ટની વિરુદ્ધ છે, તેથી શક્ય છે કે આવનારા દિવસોમાં મેનેજમેન્ટમાં ફેરફાર થઈ શકે. પરંતુ જો મસ્કે પરાગ અગ્રવાલને બરતરફ કરવાનું નક્કી પણ કરે છે, તો અબજોપતિએ પરાગ અગ્રવાલને  લગભગ $42 મિલિયન(MIllion) ચૂકવવા પડશે.

Join Our WhatsApp Community

રિસર્ચ ફર્મ ઇક્વિલરના(research firm Equilibrium) જણાવ્યા મુજબ, રોઇટર્સ(Reuters) દ્વારા નોંધવામાં આવ્યું છે તેમ એલન મસ્કને અગ્રવાલને લગભગ $42 મિલિયન ચૂકવવાની જરૂર પડશે જો તેને માઇક્રોબ્લોગિંગ(Micro blogging) સાઇટ પર નિયંત્રણમાં એટલે કે મેનેજમેન્ટમાં  12 મહિનાની અંદર ફેરફાર કરે છે.  ટ્વિટરે હજી સુધી સત્તાવાર રીતે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

14 એપ્રિલના રોજ ફાઇલિંગ સિક્યોરિટીઝના, મસ્કે જણાવ્યું હતું કે તેને ટ્વિટરના મેનેજમેન્ટમાં વિશ્વાસ નથી. તેથી, અગ્રવાલ ભવિષ્યમાં Twitter CEO તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. હાલ માટે, તેઓ સીઈઓ છે. પરાગ અગ્રવાલને પણ ખાતરી નથી કે કે ટ્વિટર "પ્લેટફોર્મ કઈ દિશામાં જશે".

આ સમાચાર પણ વાંચો :  રિયલ એસ્ટેટના ભાવ 10 ટકા વધવાની શક્યતા છે. આ છે કારણ… જાણો વિગત

સહ-સ્થાપક જેક ડોર્સીએ(Jack Dorsey) તેમના પદ પરથી રાજીનામું(Resignation) આપ્યા પછી અગ્રવાલને ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરાગ ગયા વર્ષથી નવેમ્બરથી ટ્વીટરના સીઈઓ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા હતા. ટ્વીટરના પ્રોક્સી મુજબ, મોટાભાગે સ્ટોક એવોર્ડ્સમાં, 2021 માટે પરાગ અગ્રવાલનું કુલ વળતર આશરે $30.4 મિલિયન હતું

ડોર્સી મસ્કના ટ્વિટર ડીલના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમનું માનવું છે કે મસ્કનું ટ્વિટર ખરીદવું એ પ્લેટફોર્મ માટે યોગ્ય દિશામાં એક પગલું છે. "એલનનું એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય છે જે મહત્તમ વિશ્વાસપાત્ર અને વ્યાપકપણે સમાવિષ્ટ છે તે યોગ્ય છે. 

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version