ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
ઈ-કોમર્સ કંપની એમેઝોન કંપની પર ગાંજો વેચવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ પ્રકરણમાં કંપની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. જોકે સોશિયલ મિડિયા પર હવે એમેઝોનને “ગાંજો કંપની” કરીને ટ્રોલ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. “Ban Ganja Company” આ ટ્રેન્ડ ટ્વિટર પર જોરદાર ચાલી રહ્યો છે. તેના પર લગભગ ચાર હજાર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
તાજેતરમાં જ એમેઝોન કંપનીએ ગાંજાનું વેચાણ કર્યું હોવાનું બહાર આવતા દેશભરમા ખળભળાટ મચી ગયો હતો. વેપારીઓની સંસ્થા કોન્ફડેરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર(CAIT) દ્વારા એમેઝોન સામે બુધવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. કંપની સામે દેશદ્રોહનો ગુનો નોંધી સંબંધિત અધિકારીઓની ધરપકડ કરવાની પણ ઉગ્ર માગણી કરવામા આવી હતી. CAIT દ્વારા એમેઝોન પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ છે. CAITની માગણીને હવે ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. ટિવટર પર મોટી સંખ્યામાં “ Ban Ganja Company” આ ટ્રેન્ડ ચાલુ હતો.
