Site icon

Unemployment in India: દેશમાં નાણાકીય સેવા ક્ષેત્રે 18 લાખ નોકરીઓ ખાલી પડી છે. પરંતુ તેને આ પદ પર કામ કરવા માટે કોઈ નથી: FBSB India CEO.. જાણો વિગતે..

Unemployment in India: ફાઇનાન્સિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડના સીઈઓએ દાવો કર્યો છે કે ફાઇનાન્સ સેક્ટરમાં 18 લાખ નોકરીઓ છે, પરંતુ તેમને લેવા માટે કોઇ નથી. દેશમાં રોજગારની નહીં પણ તે રોજગાર માટે લાયક ઉમેદવારોની અછત છે.

Unemployment in India 18 lakh jobs are vacant in the financial services sector in the country. But he has no one to fill this position FBSB India CEO

Unemployment in India 18 lakh jobs are vacant in the financial services sector in the country. But he has no one to fill this position FBSB India CEO

News Continuous Bureau | Mumbai

Unemployment in India: દેશમાં બેરોજગારીને લઈને હાલ સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે દેશના યુવાનો પાસે નોકરીઓ જ નથી. પરંતુ, કેટલીકવાર આવા આંકડાઓ સામે આવે છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ગયા વર્ષે નાણાકીય ક્ષેત્રમાં 18 લાખ એવી નોકરીઓ હતી, જેમાં કામ કરવા વાળું કોઈ નહતું. આ દાવો ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડના ( FPSB CEO ) સીઇઓએ કર્યો હતો. 

Join Our WhatsApp Community

ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડના સીઇઓએ આ અંગે એક નિવેદન આફતા કહ્યું હતું કે, નાણાકીય સેવા ક્ષેત્રમાં રોજગારની ( employment ) કોઈ કમી નથી. અહીં સમસ્યા જુદી છે. નોકરીઓ છે પણ આ માટે માણસો નથી. કેન્દ્ર સરકારના નેશનલ કેરિયર સર્વિસીસ પોર્ટલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ફાયનાન્સિયલ સર્વિસીસમાં ( Financial Services ) 46.86 લાખ નોકરીઓનું ( jobs )  સર્જન થયું હતું. તેમાંથી માત્ર 27.5 જગ્યાઓ જ ખાલી જગ્યાઓ જ ભરાઈ શકી હતી અને બાકીની 18 લાખ જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. તેનું સૌથી મોટું કારણ યુવાનોમાં કૌશલ્યનો અભાવ હોવાનું કહેવાય છે. નોકરીઓ છે પરંતુ દેશમાં લાયકાત ધરાવતા લોકોની હાલ ભારે અછત છે. 

Unemployment in India: ગુજરાતના ગાંધી નગરમાં બનાવવામાં આવી રહેલા ગિફ્ટ સિટીમાં નાણાકીય સેવા ક્ષેત્રે લગભગ 6000 લોકોને રોજગારી મળી છે

ગુજરાતના ગાંધી નગરમાં બનાવવામાં આવી રહેલા ગિફ્ટ સિટીમાં નાણાકીય સેવા ક્ષેત્રે લગભગ 6000 લોકોને રોજગારી મળી છે. ગિફ્ટ સિટી આગામી 5 વર્ષમાં લગભગ 1.5 લાખ લોકોને રોજગાર આપશે. આમાં બેંક, વીમા કંપનીઓ, બ્રોકરેજ હાઉસ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં નોકરી હંમેશા ઉપલબ્ધ હોય છે. જો તમે ઓનલાઈન નોકરીઓ શોધશો, તો તમે જોશો કે મોટાભાગની નોકરીઓ નાણાકીય સેવા ક્ષેત્રમાં જ ઉપલબ્ધ હોય છે. 

આ સમાચાર પણ વાંચો  :  iCAL: ગુજરાતમાં રાજકોટમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ ( iCAL ) નું ઉદઘાટન થયું.

FPSB ઇન્ટરનેશનલ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP) સર્ટિફિકેશન પ્રોગ્રામ ચલાવે છે. જ્યારે સમગ્ર વિશ્વમાં 2.23 લાખ CFP હાજર છે, ત્યારે ભારતમાં માત્ર આ આંકડો 2,731 છે. વર્ષ 2030 સુધીમાં દેશમાં લગભગ 10 હજાર CFP હશે જ્યારે ઓછામાં ઓછા 1 લાખ લોકોની જરૂરિયાત હશે. ભારતમાં હજુ સુધી પર્સનલ ફાઇનાન્સને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. આને હાલ અમીરો માટેની  વસ્તુ માનવામાં આવી રહી છે. પરંતુ, ભવિષ્યમાં દરેકને તેની જરૂર પડશે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version