Site icon News Continuous Bureau | Mumbai

Budget : બજેટમાં સિગારેટ પર ડયુટીમાં વધારો કરાતા ITC કંપનીના શેર તૂટ્યા..

સરકારે આ વર્ષના બજેટ 2023-24માં સિગારેટ પરની નેશનલ ડિઝાસ્ટર કન્ટીજન્સી ડ્યુટી (NCCD) વધારીને 16 ટકા કરી છે. દરમિયાન છેલ્લા 2 વર્ષથી સિગારેટની ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

Union Budget 2023-ITC-other cigarette stocks see a sharp rebound; here is why

Budget : બજેટમાં સિગારેટ પર ડયુટીમાં વધારો કરાતા ITC કંપનીના શેર તૂટ્યા..

News Continuous Bureau | Mumbai

સરકારે આ વર્ષના બજેટ 2023-24માં સિગારેટ પરની નેશનલ ડિઝાસ્ટર કન્ટીજન્સી ડ્યુટી (NCCD) વધારીને 16 ટકા કરી છે. દરમિયાન છેલ્લા 2 વર્ષથી સિગારેટની ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સિગારેટ પર ડ્યૂટીમાં વધારો થતાં ITC અને અન્ય સિગારેટ શેરોમાં મોટી ચાલ જોવા મળી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સિગારેટ પર ડ્યુટી વધારવાની જાહેરાત કર્યા બાદ ITCના શેરમાં ઘટાડો થયો છે. માહિતી અનુસાર, ITCના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો છે.

Join Our WhatsApp Channel

બીજી તરફ ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડ અને ગોલ્ડન ટોબેકોના શેરમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનટીસી ઇન્ડસ્ટ્રીઝ અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ 0.50 ટકા ઘટ્યા હતા.

ગોડફ્રે ફિલિપ્સનો શેર બુધવારે બપોરે 1.37 વાગ્યાની આસપાસ NSE પર 79.40 અથવા 4.13 ટકાના ઘટાડા સાથે 1,843.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડન ટોબેકોનો શેર 2.20 ટકા વધીને રૂ. 60.30 હતો.

આ સમાચાર પણ વાંચો :  Budget 2023 Highlights: 7 લાખ સુધી ઝીરો ઈન્કમ ટેક્સ, રેલવેને રેકોર્ડ મની, જાણો બજેટ 2023ના મુખ્ય અંશ

દરમિયાન, કેન્દ્રીય બજેટ 2023ની રજૂઆત પહેલા શેરબજારમાં તેજી જોવા મળી હતી. બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ 413 પોઈન્ટ વધીને 59,990 પોઈન્ટ પર પહોંચ્યો હતો. અને નિફ્ટી 107 પોઈન્ટ વધીને 17,707 પર હતો.

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
Amit Shah On Rahul Gandhi Debate Challenge રાહુલ ગાંધીના ડિબેટ પડકાર પર અમિત શાહનો વળતો પ્રહાર ‘સામે આવીને ચર્ચા કરો, સંસદમાં આવો, ભાગી ન જાઓ’
Exit mobile version