Union Budget 2024: સરકાર પ્રધાનમંત્રીના પેકેજના ભાગરૂપે ‘રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન’ માટે 3 યોજનાઓ અમલમાં મૂકશે

Union Budget 2024: 210 લાખ યુવાનોને લાભ મળવાની ધારણા તમામ ઔપચારિક ક્ષેત્રોમાં નવા કામકાજમાં પ્રવેશી રહેલા તમામ લોકોને એક મહિનાનું વેતન પ્રદાન કરવાની યોજના.મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારાના રોજગારને પ્રોત્સાહિત કરવાની યોજના પ્રથમ વખતના કર્મચારીઓની રોજગાર સાથે જોડાયેલી છે જેનો 30 લાખ યુવાનોને લાભ મળવાની અપેક્ષા છે. 50 લાખ લોકોને વધારાની રોજગારી આપવા માટે અપેક્ષિત તમામ ક્ષેત્રોમાં વધારાના રોજગારને આવરી લેતી એમ્પ્લોયર-કેન્દ્રિત યોજના.

Union Budget 2024 Government will implement 3 schemes for 'Employment Linked Incentive' as part of Prime Minister's package

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024: સરકાર પ્રધાનમંત્રીના પેકેજના ( Prime Minister’s package ) ભાગરૂપે ‘રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન’ માટે 3 યોજનાઓ લાગુ કરશે. આ ઇપીએફઓમાં નોંધણી પર આધારિત હશે, અને પ્રથમ વખતના કર્મચારીઓની માન્યતા અને કર્મચારીઓ અને નોકરીદાતાઓને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25નું કેન્દ્રીય અંદાજપત્ર પ્રસ્તુત કરતી વખતે આ જાહેરાત કરી હતી. અમલમાં મૂકવામાં આવનારી ત્રણ યોજનાઓ નીચે મુજબ છે  

Join Our WhatsApp Community

Union Budget 2024: યોજના એ: પ્રથમ વખતના

કેન્દ્રીય નાણામંત્રીએ ( Nirmala Sitharaman ) જણાવ્યું હતું કે, આ યોજનાથી તમામ ઔપચારિક ક્ષેત્રોમાં કર્મચારીઓમાં નવા પ્રવેશ મેળવનારા તમામ વ્યક્તિઓને એક મહિનાનું વેતન મળશે. ઇપીએફઓમાં ( EPFO ) નોંધાયેલા પ્રથમ વખતના કર્મચારીઓને 3 હપ્તામાં એક મહિનાના પગારનો સીધો લાભ ટ્રાન્સફર 15,000 રૂપિયા સુધીનો રહેશે. યોગ્યતાની મર્યાદા દર મહિને 1 લાખ રૂપિયા પગારની રહેશે. તેમણે કહ્યું હતું કે, “આ યોજનાથી 210 લાખ યુવાનોને લાભ થવાની અપેક્ષા છે.”

Union Budget 2024: યોજના બી: ઉત્પાદનમાં રોજગારીનું સર્જન

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના ઉત્પાદન ક્ષેત્રમાં વધારાની રોજગારીને ( Employment Linked Incentives ) પ્રોત્સાહન આપશે, જે પ્રથમ વખત કર્મચારીઓની ( Employment  ) રોજગારી સાથે સંબંધિત છે. રોજગારના પ્રથમ 4 વર્ષમાં ઇપીએફઓના યોગદાનના સંદર્ભમાં કર્મચારી અને એમ્પ્લોયર બંનેને સીધા જ ચોક્કસ સ્કેલ પર પ્રોત્સાહન આપવામાં આવશે. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ યોજનાથી રોજગારીમાં પ્રવેશનારા 30 લાખ યુવાનો અને તેમનાં નોકરીદાતાઓને લાભ થશે એવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો  : Union Budget 2024: નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વાસ્તવિક વિકાસ દર 8.2 ટકા અને નોમિનલ ગ્રોથ 9.6 ટકા રહ્યો

Union Budget 2024: સ્કીમ સી: નોકરીદાતાઓને સહાય

આ કર્મચારી-કેન્દ્રિત યોજના તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીને આવરી લેશે, એમ કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું. દર મહિને 1 લાખના પગારની અંદરની તમામ વધારાની રોજગારીની ગણતરી કરવામાં આવશે. સરકાર દરેક વધારાના કર્મચારી માટે ઇપીએફઓના યોગદાન માટે 2 વર્ષ માટે નોકરીદાતાઓને દર મહિને રૂ. 3,000 સુધીનું વળતર આપશે. તેમણે ઉમેર્યું હતું કે, “આ યોજનાથી 50 લાખ લોકોને વધારાની રોજગારીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.”

Union Budget 2024: Government will implement 3 schemes for 'Employment Linked Incentive' as part of Prime Minister's package

Union Budget 2024: Government will implement 3 schemes for ‘Employment Linked Incentive’ as part of Prime Minister’s package

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Exit mobile version