Site icon

UPI Payment Limit: NPCI નું મોટુ નિવેદન.. UPI પેમેન્ટની સીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધીને હવે આટલા લાખ થઈ, ફેરફારો આ દિવસથી થશે લાગુ…

UPI Payment Limit: મોનેટરી પોલિસીની બેઠકમાં આરબીઆઈએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ પેમેન્ટ માટેની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મર્યાદા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જ વધારવામાં આવી હતી.

UPI Payment Limit Big statement from NPCI.. UPI payment limit increased from 1 lakh rupees to 1 lakh now, changes will be applicable from this day.

UPI Payment Limit Big statement from NPCI.. UPI payment limit increased from 1 lakh rupees to 1 lakh now, changes will be applicable from this day.

News Continuous Bureau | Mumbai

UPI Payment Limit: ભારતીય રિઝર્વ બેંકે ( RBI ) યુનિફાઈડ પેમેન્ટ ( UPI Payment ) ઈન્ટરફેસને લઈને 8 ડિસેમ્બર, 2023ના રોજ, એક મોટી જાહેરાત કરી હતી અને તેની ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. પરંતુ આ મર્યાદા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જ વધારવામાં આવી હતી. ત્યારથી આ ટ્રાન્ઝેક્શન લિમિટ ક્યારે લાગુ થશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( NPCI ) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ( PSPs ) ને 10 જાન્યુઆરી, 2024 સુધીમાં આ સેવા શરૂ કરવા કહ્યું છે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, ડિસેમ્બરમાં મોનેટરી પોલિસીની ( monetary policy ) બેઠકમાં આરબીઆઈએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ( UPI ) પેમેન્ટ માટેની મર્યાદા ( transaction )  1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મર્યાદા ( Transaction Limits ) માત્ર હોસ્પિટલો ( Hospitals ) અને શૈક્ષણિક સંસ્થાઓ ( Educational Institutions ) માટે જ વધારવામાં આવી હતી. આ પછી, NPCIએ 19 ડિસેમ્બર, 2023 ના રોજ આ બાબતે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નોંધનીય બાબત એ છે કે જે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ આ મર્યાદા માટે વિનંતી કરશે તેમને જ આ સુવિધાનો લાભ મળશે.

યુઝર્સ માત્ર વેરિફાઈડ મર્ચન્ટ્સ પાસેથી જ UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે….

NPCI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, યુઝર્સ હવે 10 જાન્યુઆરી, 2024થી UPI દ્વારા વધારવામાં આવેલ રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે. આ માટે NPCIએ તમામ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને API એપ્સને ( API apps ) આ સેવા આપવાનો આદેશ આપ્યો છે. યુઝર્સ માત્ર વેરિફાઈડ મર્ચન્ટ્સ પાસેથી જ UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya: પુરીના શંકરાચાર્યનું અયોધ્યા જવા અંગે મોટુ નિવેદન.. કહ્યું જો મોદીજી ઉદ્ઘાટન કરશે, તો હું શું તાળીઓ પાડીશ.. જાણો શું છે આ આખો કિસ્સો.

ઉલ્લેખનીય છે કે, UPIની શરૂઆત ભારતમાં 2016માં થઈ હતી. ત્યારથી તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. વધતા જતા ડિજિટલાઈઝેશનના યુગમાં લોકો કેશ પેમેન્ટને બદલે, હવે UPI દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ચૂકવણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, RBIએ UPI દ્વારા ચુકવણી મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version