Site icon

ઇન્ટરનેટ વિના UPI પેમેન્ટ કરવાની સરળ રીત! ફક્ત યાદ રાખો આ ‘4 અંક’, પૈસા તરત જ થઈ જશે ટ્રાન્સફર 

NRE/NRO accounts with international mobile numbers can now use UPI

ડિજિટલ વર્લ્ડ.. હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ..

 News Continuous Bureau | Mumbai

UPI ટ્રાન્ઝેકશન કરતી વખતે ઈન્ટરનેટ (Slow Internet) ધીમું કે નો ઇન્ટરનેટ સર્વિસ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો? તમે ઇન્ટરનેટ વગર પણ UPI ટ્રાન્ઝેક્શન (Transaction) કરી શકો છો. વર્તમાન યુગમાં રોકડ વ્યવહાર (money transfer) ને બદલે લોકો ઓનલાઈન અથવા યુપીઆઈ પેમેન્ટ (Online payment) નો વધુ ઉપયોગ કરે છે. પરંતુ, જો નેટવર્ક ધીમું (Slow network)  હોય અથવા નેટ ન હોય તો ચુકવણી શક્ય નથી.

Join Our WhatsApp Community

આ કિસ્સામાં, તમે ઇન્ટરનેટ વિના UPI ટ્રાન્ઝેક્શન કરીને ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે USSD કોડનો ઉપયોગ કરવો પડશે. તેનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલ નંબર પર UPI સેવા પહેલાથી જ એક્ટિવેટ હોવી જરૂરી છે.

એટલે કે, જો તમે પહેલા તમારું એકાઉન્ટ UPI એપ્સ જેમ કે Google Pay, Phone-Pe અથવા Paytm અથવા BHIM સાથે લિંક કર્યું છે, તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ‘*99# સેવા શરૂ કરી હતી. અહીં તેના ઉપયોગની સંપૂર્ણ પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: ફ્લિપકાર્ટ અને એમેઝોન ને હવે ચેલેન્જ  આપશે youtube. YouTube Shorts વડે હવે ખરીદી શક્ય છે

આ માટે તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ સ્માર્ટફોનના ડાયલ પેડ પર જવું પડશે. ત્યારબાદ *99# ડાયલ કરો. તમારી બેંક સુવિધા સંબંધિત એક મેનુ પોપ-અપ થશે. આમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, ચેક બેલેન્સ, UPI પિન જેવા વિકલ્પો ઉપલબ્ધ હશે.

હવે તમારે સેન્ડ મનીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ માટે તમે 1 ટાઇપ કરો અને તેને મોકલો. પછી તમારે તે વિકલ્પ પસંદ કરવો પડશે જેના પર તમે પૈસા મોકલવા માંગો છો. આમાં મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી, સેવ કરેલ લાભાર્થી અને અન્ય વિકલ્પો ઉપલબ્ધ હશે.

પછી પસંદ કરેલ વિકલ્પનો નંબર લખો અને તેને મોકલો. આ પછી તમારે લાભાર્થીની વિગતો આપવી પડશે. તમે પેમેન્ટ રિમાર્કસ પણ આપી શકો છો. વ્યવહાર પૂર્ણ કરવા માટે તમારે તમારો UPI પિન દાખલ કરવો પડશે.

UPI પિન દાખલ થતાંની સાથે જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ જશે અને લાભાર્થીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. એટલે કે તમારો ઑફલાઇન UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ જશે. તમે આ UPI સેવા ઑફલાઇન પણ ડિસેબલ કરી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પરથી *99# ડાયલ કરવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો: QR કોડ સ્કેન કરતી વખતે સાવચેત રહો! નહીં તો તમારી એક ભૂલ અને એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો શું છે આ સ્કેમ 

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version