Site icon

ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

મિલેટ્સ ઉગાડવા માટે યુપીએલ ટેકનિકલ કુશળતા અને કૃષિ સામગ્રી પૂરા પાડશે. ગયાના સરકાર ખેતીની કામગીરી માટે 200 એકર જમીન તથા સ્થાનિક કામદારો પૂરા પાડશે.

UPL and Republic of Guyana Join Hands to establish a ‘Millets Model Farm’ in Guyana

ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

News Continuous Bureau | Mumbai

ટકાઉ કૃષિ ઉપાયો પૂરા પાડનાર અગ્રણી કંપની યુપીએલ દ્વારા ગયાનામાં 200 એકર જમીન પર મિલેટ્સ મોડેલ ફાર્મ શરૂ કરવા માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે સમજૂતી થઈ હોવાની આજે જાહેરાત કરવામાં આવી. યુપીએલ જૂથના ગ્રુપ સીઈઓ શ્રી જય શ્રોફ તથા રિપબ્લિક ઑફ ગયાનાના માનનીય કૃષિમંત્રી શ્રી ઝુલ્ફીકાર મુસ્તફા વચ્ચે ગયાનાના જ્યોર્જટાઉન ખાતે ગત 21 એપ્રિલ, 2023ના રોજ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેના હેઠળ ગયાનામાં જાડા ધાન (મિલેટ્સ)ની વિવિધ જાતો ઉગાડવાની અને ભોજનમાં તેનો ઉપયોગ કરવાની સંભાવનાઓ ચકાસવામાં આવશે. ભારતના વિદેશપ્રધાન માનનીય શ્રી એસ. જયશંકરના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળની ગયાનાની મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

Join Our WhatsApp Community

આ ભાગીદારી હેઠળ યુપીએલ ટેકનિકલ કુશળતા તથા નિશ્ચિત કૃષિ સામગ્રી પૂરી પાડશે, જ્યારે ગયાના સરકાર 200 એકર જમીન તથા મિલેટ્સની ખેતીવાડી માટે સ્થાનિક સહાય પૂરી પાડશે.

મિલેટ્સ સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે અને જે તે વાતાવરણ સાથે સાનુકૂળ થાય છે, હેરિટેજ રિચ હોય છે તેમજ અત્યંત પોષક તત્વો ધરાવે છે. ચોખાની સરખામણીમાં મિલેટ્સના ઉત્પાદન માટે પ્રતિ એકર ચોખાની ખેતી કરતાં અડધા જ પાણીની જરૂર પડે છે, આમ તે પાણીની બચત કરતો પાક છે અને સાથે અન્ય કૃષિ પાકોની સરખામણીમાં દુષ્કળ, પૂર, તીવ્ર ગરમી, અનિયમિત વરસાદ વગેરે પર્યાવરણીય અનિયમિતતા સામે ટકી શકે છે, પરિણામે નાના ખેડૂતોને લાભદાયક રહે છે.

આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

એફએઓ અનુસાર, મિલેટ્સમાં વિવિધ સીરીયલ ગ્રુપનો સમાવેશ થાય છે જેમ કે, પર્લ, પ્રોસો, ફોક્સટેઇલ, બાર્નયાર્ડ, લિટલ, કોડો, બ્રાઉનટૉપ, ફિંગર તથા ગિયાના મિલેટ્સ, ઉપરાંત ફોનિઓ, સોરગમ (અથવા ગ્રેટ મિલેટ) તથા ટેફ. આ પાકો સબ-સહારન આફ્રિકા તથા એશિયામાં લાખો લોકો માટે પોષક તત્વોનો મહત્ત્વનો સ્રોત છે. આ પાકો સ્થાનિક પ્રજાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને સાંસ્કૃતિક રીતે સુસંગત હોય એવા વિસ્તારોમાં તેને કારણે અન્ન સલામતીની ખાતરી મળે છે. મિલેટ્સ અત્યંત પોષણયુક્ત હોય છે કેમ કે તેમાં એન્ટીઑક્સિડન્ટ, મિનરલ તથા પ્રોટીન હોય છે. મિલેટની પ્રત્યેક જાતમાં ચોક્કસ પ્રકાર અને માત્રામાં ફાયબર હોય છે જે આંતરડા, બ્લડ સુગર તથા લિપિડ્સને નિયમિત કરે છે.

યુપીએલના ગ્લોબલ કોર્પોરેટ એન્ડ ઈન્ડસ્ટ્રી બાબતોના પ્રમુખ શ્રી સાગર કૌશિકે જણાવ્યું કે, “ગયાનામાં મિલેટની ખેતીની સંભાવના ચકાસવા માટે લેટિન અમેરિકાના પ્રથમ દેશ તરીકે રિપબ્લિક ઑફ ગયાના સાથે ભાગીદારીથી અમને આનંદ છે. આ ખેતીથી નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને પણ લાભ થશે.”

આ અંગે વધુ વિગત આપતા શ્રી કૌશિકે કહ્યું કે, “યુપીએલ મિલેટની ખેતી માટે માર્ગ કંડારી રહી છે તથા આ સમજૂતી દ્વારા વિશ્વની અન્ન સલામતીની દિશામાં મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. આ ભાગીદારી ગયાના તેમજ યુપીએલ બંને માટે લાભદાયક રહેશે. યુપીએલની ટેકનિકલ જાણકારીની કુશળતા આ પહેલની સફળતા સુનિશ્ચિત કરશે, જે વિશ્વમાં નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને નિશ્ચિત આજીવિકા પૂરી પાડી શકે તેમ છે. આ સમજૂતીની સંભાવના બાબતે અમે રોમાંચિત છીએ અને ટકાઉ ખેતીવાડીને પ્રોત્સાહન આપવાના અમારા સામૂહિક ધ્યેય માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે કામ કરવા ઉત્સુક છીએ.”

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version