Site icon

Urad Prices: અડદના ભાવમાં નરમાશ શરૂ, વરસાદને કારણે ખરીફ હેઠળ વાવણી વિસ્તારમાં વધારો થયો

Urad Prices: અડદનું વાવેતર 5.37 લાખ હેક્ટરમાં પહોંચ્યું છે, જે ગયા વર્ષે 3.67 લાખ હેક્ટર હતું. નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે અડદ ઉગાડતા ખેડૂતોનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

Urad prices start softening, rains increased sowing area under kharif Season

Urad prices start softening, rains increased sowing area under kharif Season

News Continuous Bureau | Mumbai

Urad Prices : ગ્રાહક બાબતોના વિભાગના સતત પ્રયત્નોને પરિણામે અડદના ભાવમાં નરમાઈ આવી છે, કેન્દ્ર સરકારનાં ( Central Government ) સક્રિય પગલાં ગ્રાહકો માટે કિંમતો સ્થિર કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યાં છે, જ્યારે ખેડૂતો માટે અનુકૂળ ભાવ પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે. 

Join Our WhatsApp Community

સારા વરસાદની અપેક્ષાથી ખેડૂતોનું મનોબળ વધવાની આશા છે, જેના કારણે મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય અડદ ઉત્પાદક રાજ્યોમાં સારા પાકનું ઉત્પાદન થશે. 05 જુલાઈ 2024ના રોજ સુધી અડદનું વાવેતર ( Cultivation of urad ) વિસ્તાર 5.37 લાખ હેક્ટરમાં પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન સમયગાળા માટે 3.67 લાખ હેક્ટરમાં હતું. આ વર્ષે 90 દિવસના પાકમાં (Urad Crop ) તંદુરસ્ત ખરીફ ઉત્પાદન થવાની અપેક્ષા છે.

ખરીફ વાવણીની ( Kharif  Season ) મોસમ પૂર્વે નાફેડ ( NAFED ) અને એનસીસીએફ ( NCCF ) જેવી સરકારી એજન્સીઓ મારફતે ખેડૂતોના પ્રી-રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વેગ આવ્યો છે. આ પ્રયાસો ખરીફ સિઝનમાં ખેડૂતોને કઠોળના ઉત્પાદન તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવાની સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા છે.

એકલા મધ્યપ્રદેશમાં જ, કુલ 8,487 અડદ ખેડૂતોએ એનસીસીએફ અને નાફેડ દ્વારા નોંધણી કરાવી છે. દરમિયાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ જેવાં અન્ય મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં અનુક્રમે 2037, 1611 અને 1663 ખેડૂતોની પ્રી-રજિસ્ટ્રેશન થયા છે, જે આ પહેલોમાં વ્યાપક ભાગીદારી સૂચવે છે.

આ સમાચાર પણ વાંચો :  DPIIT : ડીપીઆઈઆઈટી અને ઈન્વેસ્ટ ઈન્ડિયાના સહયોગથી ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયાએ બીજી ટોય સીઈઓ મીટનું આયોજન કર્યું

નાફેડ અને એનસીસીએફ દ્વારા પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ ઉનાળુ અડદની ખરીદી ચાલુ છે.

આ પહેલના પરિણામે, 06 જુલાઈ, 2024ના રોજ, અડદના જથ્થાબંધ ભાવમાં ઈન્દોર અને દિલ્હીના બજારોમાં અનુક્રમે 3.12% અને 1.08%નો સપ્તાહ-દર-સપ્તાહ ઘટાડો જોવા મળ્યો છે.

સ્થાનિક ભાવો સાથે, આયાતી અડદના જમીની ભાવો પણ ઘટતા વલણ પર છે.

આ પગલાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને ટેકો આપતી વખતે બજારની ગતિશીલતાને સંતુલિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
Exit mobile version