Site icon

અમેરીકાએ આ ભારતીય એરલાઈન્સને ફટકાર્યો દંડ, ગ્રાહકોને પરત કરવા પડશે 985 કરોડ રૂપિયા, જાણો શું છે સમગ્ર મામલો

Man suffers panic attack on Newark-Mumbai AI flight, tries to strangle wife

Man suffers panic attack on Newark-Mumbai AI flight, tries to strangle wife

 News Continuous Bureau | Mumbai

યુએસએ (USA) ટાટા ગૃપની (Tata Group) એરલાઈન એર ઈન્ડિયાને (Air India) 121.5 મિલિયન ડોલર(લગભગ 985 કરોડ રૂપિયા) રિફંડ કરવા કહ્યું છે. એર ઈન્ડિયાએ એરક્રાફ્ટ (aircraft)  કેન્સલ થવાને કારણે (ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન), સમયપત્રકમાં ફેરફારને કારણે આ રિફંડ મુસાફરોને પરત કરવા પડશે. આ સાથે રિફંડ પરત કરવામાં વિલંબ કરવા બદલ એરલાઇન પર 1.4 મિલિયન ડોલર (લગભગ 11 કરોડ રૂપિયા)નો દંડ (penalty) પણ લગાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને (US Department of Transportation) સોમવારે એર ઈન્ડિયા સહિત 6 એરલાઈન્સને ગ્રાહકોને કુલ 600 મિલિયન ડોલર રિફંડ કરવા જણાવ્યું હતું.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ‘રિફંડ ઓન રિક્વેસ્ટ’ (Refund on request) યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટની નીતિની વિરુદ્ધ હતી. જો ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર થાય છે અથવા જો ફ્લાઇટ રદ થાય છે, તો કાયદેસર રીતે એરલાઇનને રિફંડ કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો: દિલ્હી મર્ડર કેસ: શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના લોકઅપ વિઝ્યુઅલ આવ્યા સામે, આવી રીતે ગુજારી આખી રાત.. જુઓ વિડીયો

એર ઈન્ડિયાને શા માટે કરવામાં આવ્યો દંડ?

તપાસ અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનમાં રિફંડ માટે ફાઈલ કરવામાં આવેલી 1,900 અરજીઓમાંથી અડધાથી વધુ રિફંડ કરવામાં એર ઈન્ડિયાને 100 દિવસથી વધુ સમય લાગ્યો હતો. આ સાથે કંપની તમામ અરજીઓને રિફંડ પરત કરવાનો ચોક્કસ સમય પણ જણાવી રહી ન હતી.

આ એરલાઈન્સ પર પણ ફટકારવામાં આવ્યો હતો દંડ

યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે એર ઈન્ડિયાને 222 મિલિયન ડોલર રિફંડ અને ફ્રન્ટિયર એરલાઈન્સને 2.2 મિલિયન ડોલર દંડ ચૂકવવા કહ્યું છે. ત્યારે TAP પોર્ટુગલ (126.5 મિલિયન ડોલર રિફંડ અને 1.1 મિલિયન ડોલર દંડ), એવિયાન્કા (76.8 મિલિયન ડોલર રિફંડ અને 750,000 ડોલર દંડ), EI AI (61.9 મિલિયન ડોલર રિફંડ અને 900,000 ડોલર દંડ) અને એરો મેક્સિકો (13.6 મિલિયન ડોલર રીફંડ અને 90,000 ડોલર દંડ) ફટકારવામાં આવ્યો હતો.

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Exit mobile version