ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 મે 2020
"વાશીમાં આવેલ મુંબઈની એ.પી.એમ.સી.ના પાચે પાંચ માર્કેટ સોમવારથી એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે" એવો નિર્ણય કોંકણના કલેકટર, કમિશનર, પોલીસ અને મથાડી કામદારોના નેતાઓ સાથે મળીને લેવામાં આવ્યો છે. વાશીનું માર્કેટ હોલસેલ બજાર હોવાથી અહીં જે રીતે ભીડ ઊમટે છે અને સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન થતું ન હોવાથી કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધતી રહી હતી આથી જ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ શનિ-રવિવારે એપીએમસી માર્કેટ ખુલ્લું રહેશે એમ પણ જાણ કરાઈ છે. નવી મુંબઇના વાશી માર્કેટમાં ઘણા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ નિર્ણય લેવાયો છે કે આગામી એક સપ્તાહના બંધ દરમિયાન વેપારીઓ, વાહનચાલકો, ડ્રાઇવર, કામદારોની કોરોના ટેસ્ટ કરાશે અને આખી માર્કેટનું સેનિટાઈઝેશન કરવામાં આવશે એમ પણ જણાવ્યું છે..
