Site icon News Continuous Bureau | Mumbai

શોખ ખિસ્સાને ભારે ના પડે-તમારા વાહન પર ફેન્સી નંબર પ્લેટ લગાડવાનો તમને શોખ છે-તો આટલો દંડ ભરવાની તૈયારી રાખજો

News Continuous Bureau | Mumbai

વાહનના શોખીનો(vehicle enthusiast) પોતાના વાહનનોને અન્યોથી અલગ દેખાવા માટે અથવા ક્રેઝ તરીકે ફેન્સી નંબર પ્લેટનો(fancy number plates) ઉપયોગ કરે છે. પરંતુ જો તમે પણ તમારા વાહનમાં ફેન્સી નંબર પ્લેટ લગાવી છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. તમારો આ જ શોખ તમારા ખિસ્સાને મોટો ફટકો પાડી શકે છે.

Join Our WhatsApp Channel

વાહનોની નંબર પ્લેટ પરના અક્ષરો અને તેની સાઈઝ અંગે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ'(Central Motor Vehicles Act) મુજબ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ વાહનો પર નંબર પ્લેટ લગાવવી કાયદા દ્વારા ફરજિયાત છે. જેથી ફેન્સી નંબર પ્લેટ, અન્ય નેમ પ્લેટ લગાવીને નિયમોનું ઉલ્લંઘન કરવું વાહનચાલકોને(motorists) મોંઘુ પડી શકે છે. કારણ કે હવે આવા ડ્રાઇવરોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર- ઓક્ટોબર મહિનામાં બેંકો આટલા દિવસો બંધ રહેશે- બેંકના કામકાજ આ મહિનામાં જ પૂરા કરી લેજો

આ દરમિયાન, મોટર વાહન વિભાગે(Department of Motor Vehicles) ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના રજીસ્ટ્રેશન નંબર(Registration No) કેવી રીતે લખવા તે અંગેના નિયમો સ્પષ્ટ કર્યા છે. જો કે, ઘણા ડ્રાઇવરો આ નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરે છે. સતત અપીલો અને પગલાં લેવાની ચેતવણી અપાયા બાદ પણ ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ જોવા મળે છે.

નંબર પ્લેટને લઈને ચોક્કસ નિયમો છે. નંબર  લખતી વખતે અંગ્રેજી લિપિનો(English scripts) ઉપયોગ કરવો જોઈએ. સફેદ પ્લેટ પર કાળા અક્ષરો હોવા જોઈએ. નંબર પ્લેટ પર કંઈપણ (નામ, કોતરણી, ચિત્ર, ફોટો વગેરે) નો ઉપયોગ કરી શકાતો નથી. આ સંખ્યાઓ સ્પષ્ટ અને સીધી હોવી જોઈએ. તેઓ ફેન્સી ન હોવા જોઈએ. તમામ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર પાછળની નંબર પ્લેટ પરના અક્ષરો 35 સેમી ઊંચા અને 7 સેમી પહોળા હોવા જોઈએ. તેમની વચ્ચેનું અંતર 5 સેમી હોવું જોઈએ.
 

GST Council Meeting Postponed ટેક્સ રિફોર્મ્સ પર ફરી લાગી બ્રેક! જીએસટી કાઉન્સિલની બેઠક રદ થતાં વેપારીઓમાં નિરાશા ક્યારે મળશે મોટી જાહેરાતો?
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version