Site icon

CBIની મોટી કાર્યવાહીઃ ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને પતિ દીપકની ધરપકડ

Videocon loan case: Former ICICI Bank CEO Chanda Kochhar, husband arrested by CBI

-CBIની મોટી કાર્યવાહીઃ ફોર્બ્સ મેગેઝિનની 'વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ આ મહિલા અને તેના પતિની ધરપકડ.. જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

CBI દ્વારા ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ આ ધરપકડ કરી છે. ચંદા પર બેંકની નીતિ અને નિયમનની વિરુદ્ધ જઈને કરોડો રૂપિયાની લોન આપવાનો આરોપ છે. આરોપો બાદ, 59 વર્ષીય ચંદાએ ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપી દીધું હતું.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે વિડિયોકોન ગ્રૂપને 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં તેમની કથિત ભૂમિકાની ફરિયાદ મળ્યા બાદ બેંકે મે 2018માં કોચર વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ચંદા કોચરના પતિ દીપક કોચરને લોન આપીને ફાયદો થયો હતો. ત્યારબાદ કોચર રજા પર ગયા અને સમય પહેલા નિવૃત્તિ માટે અરજી કરી, જે સ્વીકારવામાં આવી. બાદમાં તેને બરતરફ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: કોરોનાવાયરસની તાજી લહેરથી તણાવ વધ્યો! શું આપણે કોવિડ રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

ફોર્બ્સ મેગેઝિનની ‘વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સામેલ ચંદા કોચર પર 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને લોન આપવા માટે ICICI બેંકમાં તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. એવો આરોપ હતો કે વેણુગોપાલ ધૂતે ICICI બેંક પાસેથી લોન મેળવ્યા બાદ નુપાવર રિન્યુએબલ્સમાં કરોડોનું રોકાણ કર્યું હતું. સીબીઆઈએ 2019 માં એફઆઈઆર નોંધ્યા પછી, એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપીઓએ ICICI બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને કેટલીક લોન મંજૂર કરી હતી. જણાવી દઈએ કે ચંદા કોચરની અગાઉ 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version