ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
ભારતના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનું કિંગફિશર હાઉસ આખરે વેચાઈ ગયું છે.
હૈદરાબાદની એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા તેને 52 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.
આ બિલ્ડિંગ ત્રણ માળની છે અને તેનો પૂરો એરિયા 1586 ચોરસ મીટર છે. જયારે તેનો કુલ વિસ્તાર 1,586 ચોરસ મીટર છે. જાણકારોના મતે આ પ્રોપર્ટી મુંબઈમાં એરપોર્ટ નજીક વૈભવી વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે.
આ પહેલા કિંગફિશર હાઉસની હરાજી કરવાના આઠ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. માર્ચ 2016માં બેન્કોએ તેની રિઝર્વ પ્રાઈઝસ 150 કરોડ રૂપિયા રાખી હતી અને અત્યાર સુધી પ્રોપર્ટી નહીં વેચાવાનુ મુખ્ય કારણ આ જ હતું.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ ‘નાદારીનો આદેશ’ જારી કર્યો હતો. ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેન્કોના ખાતાઓમાં વધુ 792 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
મોટા સમાચાર: તાલિબાન સામે અફઘાન સરકાર ઘૂંટણિયે? રાષ્ટ્રપતિ અશરફ ગની લેશે આ નિર્ણય
