Site icon

કોરોના કાળમાં ટોચના 100 ભારતીય ધનાઢ્યોની સંપત્તિ 14 ટકા વધી, મુકેશ અંબાણી 13માં વર્ષે ટોચ પર .. ગુજરાતીઓનો દબદબો  યથાવત 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020
કોરોના યુગમાં દેશની આર્થિક સ્થિતિ ભલે ડામાડોળ થઈ ગઈ છે, પરંતુ તેનાથી અબજોપતિઓની સંપત્તિને અસર થઈ નથી. અમેરિકાના મેગેઝિન ફોર્બ્સના જણાવ્યા અનુસાર દેશના ટોચના 4 અબજોપતિઓની સંપત્તિમાં ભારે વધારો થયો છે. 
લિસ્ટમાં સૌથી નાની વયના ધનપતિ 39 વર્ષના બાયજુ રામચંદ્રન છે. કન્સ્ટ્રકશન સેક્ટરના માંધાતા પાલોનજી પણ 91 વર્ષના છે. 11.4 અબજ ડૉલર સાથે તેઓ 7મા ક્રમે છે. સમગ્ર લિસ્ટમાં માત્ર 3 મહિલાઓ સાવિત્રી દેવી જિંદાલ, કિરણ મજૂમદાર અને લીના તિવારીનો સમાવેશ થયો છે.
મુકેશ અંબાણી સતત 13મા વર્ષે ભારતના પ્રથમ ક્રમના ધનપતિ રહ્યા છે. એક જ વર્ષમાં તેમની સંપતિ 33.7 અબજ ડૉલર વધી હતી. આ લિસ્ટમાં સુનિલ મિત્તલ 11મા ક્રમે, કુમાર બિરલા 14મા, અજીમ પ્રેમજી 15મા, સુધીર-સમિર મહેતા 22મા, પંકજ પટેલ 28મા ક્રમે નોંધાયા હતા.


ભારતના ટોપ-૧૦ ધનપતિ
ક્રમ નામ સંપતિ (અબજ ડૉલર)
૧ મુકેશ અંબાણી ૮૮.૭
૨ ગૌતમ અદાણી ૨૫.૨
૩ શિવ નાદર ૨૦.૪
૪ રાધાક્રિષ્ન દામાણી ૧૫.૪
૫ હિન્દુજા બ્રધર્સ ૧૨.૮
૬ સાયરસ પૂનાવાલા ૧૧.૫
૭ પાલોનજી મિસ્ત્રી ૧૧.૪
૮ ઉદય કોટક ૧૧.૩
૯ ગોદરેજ પરિવાર ૧૧
૧૦ લક્ષ્‍મી મિતલ ૧૦.૭
લિસ્ટમાં ગુજરાતીઓનો દબદબો
ધનપતિઓના લિસ્ટમાં દર વખતની જેમ ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો હતો. આમ તો મુકેશ અંબાણી જ ગુજરાતી છે, પરંતુ તેમની કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં છે. અદાણી બીજા ક્રમે છે અને ગુજરાતમાં તેમના નામથી કોઈ અજાણ્યું નથી. એ ઉપરાંત કેટલાક નોંધપાત્ર ગુજરાતી આ પ્રમાણે છે.
ક્રમ નામ સંપતિ (અબજ ડૉલર)
૨ ગૌતમ અદાણી (અદાણી ગૂ્રપ) ૨૫.૨
૧૨ દિલીપ સંઘવી (સન ફાર્મા) ૯.૫
૧૭ મધુકર પારેખ (પીડીલાઈટ) ૭.૨
૨૨ સુધીર-સમિર મહેતા (ફાર્મા-વીજળી) ૫.૯
૨૩ હસમુખ ચૂડગર (ઈન્ટાસ ફાર્મા) ૫.૪
૨૮ પંકજ પટેલ (કેડિલા) ૪.૫૫
૩૯ કરસનભાઈ પટેલ (નિરમા) ૩.૮
૮૨ ચીરાયુ અમિન (એલેમ્બિક ફાર્મા) ૧.૭
૯૨ ભદ્રેશ શાહ (એઆઈએ એન્જિનિયરિંગ) ૧.૫
૯૩ રજનિકાંત શ્રોફ (યુનાઈટેડ ફોસ્ફરસ) ૧.૪

Join Our WhatsApp Community
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Gold Price: નવરાત્રીના ત્રીજા દિવસે સોના ના ભાવ માં આવ્યો ઉછાળો, જાણો આજ ના લેટેસ્ટ ભાવ
GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Exit mobile version