Site icon News Continuous Bureau | Mumbai

જાણવા જેવું / પીપીએફ એકાઉન્ટ હોલ્ડર તેના એકાઉન્ટને કેટલી વખત કરાવી શકે છે એક્સટેન્ડ? જાણો તેના નિયમ

જો તમે નોકરી નથી કરતા, પરંતુ પીએફ એકાઉન્ટમાં રોકાણ કરવા માગો છો, તો પીપીએફ તમારા માટે રોકાણનો શાનદાર વિકલ્પ છે. આ યોજના હેઠળ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં એકાઉન્ટ ખોલાવી શકો છો.

What to do with PPF account after it completes 15 years

જાણવા જેવું / પીપીએફ એકાઉન્ટ હોલ્ડર તેના એકાઉન્ટને કેટલી વખત કરાવી શકે છે એક્સટેન્ડ? જાણો તેના નિયમ

News Continuous Bureau | Mumbai

PPF Account: જો તમે નોકરી નથી કરતા, પરંતુ પીએફ એકાઉન્ટમાં રોકાણ કરવા માગો છો, તો પીપીએફ તમારા માટે રોકાણનો શાનદાર વિકલ્પ છે. આ યોજના હેઠળ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં એકાઉન્ટ ખોલાવી શકો છો. જણાવી દઈએ કે કોઈ પણ ભારતીય નાગરિક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે

Join Our WhatsApp Channel

આ યોજના હેઠળ તમે 15 વર્ષ માટે તમારા રૂપિયાનું રોકાણ કરીને ભવિષ્યમાં મજબૂત રિટર્ન મેળવી શકો છો. આ યોજના હેઠળ તમને વાર્ષિક ધોરણે 7.1 ટકા રિટર્ન મળે છે. લોકોને આ સ્કીમ દ્વારા શાનદાર રિટર્ન મળે છે, આવી સ્થિતિમાં આ ખૂબ જ પોપ્યુલર સ્કીમ છે.

પીપીએફ સ્કીમ હેઠળ તમે એક સમયે 15 વર્ષ માટે રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેના પછી જો તમે ઇચ્છો, તો તમે તમારી જરૂરિયાત મુજબ સ્કીમને વધારી શકો છો. આ સ્કીમ સાથે તમે એકાઉન્ટને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકો છો.

જ્યારે PPF ખાતાધારકનું એકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થાય છે, ત્યારે તે પોતાની મરજીથી એકાઉન્ટને 5-5 વર્ષ સુધી લંબાવી શકે છે. તેના માટે તમને બે પ્રકારના વિકલ્પો મળશે.

આ સમાચાર પણ વાંચો: બિહારમાં ઝેરી દારૂ પીવાને લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારિબાપુ તરફથી અઢી લાખની સહાય

પહેલો વિકલ્પ ઉપલબ્ધ છે કે તમે કોન્ટ્રીબ્યૂશન સાથે એકાઉન્ટને 5-5 વર્ષ માટે આગળ એક્સટેન્ડ કરી શકો છો. બીજી તરફ તમે રૂપિયા નાખ્યા વિના પણ એકાઉન્ટને આગળ વધારી શકો છો.

જો તમે કોન્ટ્રીબ્યૂશન સાથે એકાઉન્ટને લંબાવવા માગતા હોય, તો તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અરજી આપવી પડશે. તમારે આ અરજી મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષની અંદર આપવાની રહેશે. તેના પછી તમે તમારું યોગદાન આપીને રોકાણ ચાલુ રાખી શકો છો.

જો તમે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડતા નથી અને એકાઉન્ટના એક્સટેન્શન માટે કોઈ ફોર્મ સબમિટ કરતા નથી, તો તમારા એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા પર આપમેળે વ્યાજ મળે છે. આમાં તમારું કોઈ નવું યોગદાન નથી હોતું.

આ સમાચાર પણ વાંચો: QR કોડ તમને ગરીબ બનાવશે; આ રીતે કૌભાંડીઓ છેતરે છે, વાંચો અને રહો સતર્ક

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Gold Silver Price Rally In Futures Market MCX પર કિંમતી ધાતુઓમાં તોફાની તેજી, ” સોનું ₹૭ હજાર અને ચાંદી ₹૧૩ હજારથી વધુ ઉછળી; જાણો આજના લેટેસ્ટ રેટ
Abolishing LTCG To Cause 50000 Crore Revenue Loss જો LTCG ટેક્સ નાબૂદ થશે તો સરકારને ₹૫૦,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે SBI રિસર્ચનો ચોંકાવનારો રિપોર્ટ
Exit mobile version