Site icon News Continuous Bureau | Mumbai

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.

WhatsApp SIM Binding Rule: હવે જે નંબર પર વોટ્સએપ હશે તે સિમ ફોનમાં હોવું અનિવાર્ય; ટેલિગ્રામ અને સિગ્નલ પર પણ લાગુ થશે નિયમ, ચેટ્સ સુરક્ષિત રાખવા બેકઅપ લેવું જરૂરી.

WhatsApp SIM Binding Starts March 1 Complete These 3 Vital Tasks Within 24 Hours to Save Your Account and Chats.

WhatsApp SIM Binding Starts March 1 Complete These 3 Vital Tasks Within 24 Hours to Save Your Account and Chats.

News Continuous Bureau | Mumbai

ભારતમાં ૧ માર્ચથી વોટ્સએપ સહિતની મેસેજિંગ એપ્સ માટે ‘સિમ બાઈન્ડિંગ’ ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ઘણા યુઝર્સ એવા નંબરથી વોટ્સએપ ચલાવતા હતા જે સિમ કાર્ડ તેમના ફોનમાં ન હોય અથવા તો બંધ થઈ ગયું હોય. પરંતુ હવે જો તમારા ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ નહીં હોય, તો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. આ નવી સિસ્ટમ સુરક્ષા વધારવા અને ફેક એકાઉન્ટ્સ રોકવા માટે લાવવામાં આવી છે.જો તમે લાંબા સમયથી રિચાર્જ વગરનું કે બીજાના નામે ચાલતું સિમ વાપરી રહ્યા છો, તો તમારે સાવધ થવાની જરૂર છે. વોટ્સએપ સમયાંતરે સિમ અને એકાઉન્ટનું વેરિફિકેશન કરશે. જો મેચ નહીં થાય તો તમારું એકાઉન્ટ લોગ-આઉટ થઈ શકે છે.

Join Our WhatsApp Community

પ્રાઈમરી સિમ નક્કી કરી લો

સૌથી પહેલા એ નક્કી કરી લો કે તમે કયા નંબરને કાયમી ધોરણે વોટ્સએપ નંબર તરીકે રાખવા માંગો છો. એવો નંબર પસંદ કરો જેનું સિમ કાર્ડ હંમેશા તમારા ફોનમાં જ રહે. જો તમે ફોનમાંથી સિમ કાઢશો, તો વોટ્સએપ પણ આપોઆપ બંધ થઈ જશે. તેથી, આજે જ તમારો મુખ્ય નંબર ફાઈનલ કરી લો.

આ સમાચાર પણ વાંચો : Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..

સિમ કાર્ડ એક્ટિવ કરાવી લો

ઘણા લોકો એવા નંબર પર વોટ્સએપ ચલાવે છે જે મહિનાઓથી રિચાર્જ વગર ઇન-એક્ટિવ પડ્યા હોય. કંપની ગમે ત્યારે આ નંબર બીજા કોઈને ઈશ્યુ કરી શકે છે, જેનાથી તમે તમારું એકાઉન્ટ હંમેશા માટે ગુમાવી શકો છો. વળી, સિમ બાઈન્ડિંગ માટે સિમનું નેટવર્ક હોવું જરૂરી છે. તેથી, તમારા વોટ્સએપ નંબર પર વેલિડ રિચાર્જ કરાવી તેને એક્ટિવ રાખો.

ચેટ્સનું બેકઅપ જરૂર લેવું

સિમ બાઈન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ ટેકનિકલ સમસ્યા ન નડે અને તમારી જૂની ચેટ્સ સુરક્ષિત રહે તે માટે આજે જ બેકઅપ લઈ લો.
કેવી રીતે લેશો બેકઅપ? વોટ્સએપ સેબિંગ્સમાં જાઓ > Chats પર ક્લિક કરો > Chat Backup માં જઈને ‘Include Videos’ ઓન કરો અને ‘Back up now’ પર ક્લિક કરો. આનાથી તમારો તમામ ડેટા ક્લાઉડ પર સુરક્ષિત થઈ જશે.

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version