Site icon

WhatsApp પર કોલ ચૂકી ગયા- નોટ ટુ વરી- હવે દરેક કોલ વિશે આ રીતે મળશે માહિતી

News Continuous Bureau | Mumbai

જો તમે બહુ વ્યસ્ત હોવાને કારણે  WhatsApp પર આવેલો કોલ રીસીવ કરી શક્યા નથી. તો ડોન્ટ વરી. તમારી મિસ્ડ (Missed Call) થઈ ગયેલો ફોન કોનો હતો તે હવે તમે જાણી શકશો. WhatsAppમાં નવું ફીચર(New feature) એડ થઈ રહ્યું છે, જે તમને મિસ્ડ ફોન કોલની માહિતી આપશે.  

Join Our WhatsApp Community

WhatsApp દરરોજ નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે જેથી યુઝર્સને નવી સુવિધાઓ મળી શકે. તાજેતરમાં જ વ્હોટ્સએપે ગ્રુપ લેફ્ટ(WhatsApp Group Left), વન વ્યુ ઈમેજ(One view image) જેવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે WhatsApp  પર  બિઝનેસ યુઝર્સ (business users) માટે પણ નવા અપડેટ આવી રહ્યા છે. WhatsApp એક નવું એપ્લિકેશન પ્રોગ્રામિંગ(Application Programming) ઈન્ટરફેસ (interface) રજૂ કરવા જઈ રહ્યું છે. ડુ નોટ ડિસ્ટર્બ મિસ્ડ કોલ(Do not disturb missed call) એલર્ટ એપ્લિકેશન ઇન્ટરફેસ(Alert application interface) ટૂંક સમયમાં WhatsApp પર આવી રહ્યું છે. આ ફીચરના કારણે યુઝરને વોટ્સએપ પર મળતા કોલની જાણકારી મળશે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – 1લી ઓક્ટોબરથી દેશમાં આ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે- અપ્રત્યક્ષ રીતે તમારા ખિસ્સાને પડશે ફટકો

WABetsInfo  અનુસાર, આ અપડેટ રોલ આઉટ થવામાં સમય લાગી શકે છે. આ નવા અપડેટ પછી યુઝર્સને ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કર્યા પછી પણ વોટ્સએપ પર આવનારા કોલ્સ વિશે માહિતી મળશે. આ ફીચર હાલમાં iOS પર ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

WhatsApp ઘણા સમયથી ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આમાં એડિટ ટેબ, પોલ, વૉઇસ સ્ટેટસ જેવા અપડેટનો સમાવેશ થાય છે. આ સિવાય વોટ્સએપ યુઝર્સ જલ્દી જ પોતાનો અવતાર પણ બનાવી શકશે.
 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version