Site icon News Continuous Bureau | Mumbai

 કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધતા ગુજરાત માં ઘઉં, જીરૂ અને ચણાના પાકને થયું વ્યાપક નુકશાન. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અને ખેતીને માઠી અસર થઈ રહી છે. ભર શિયાળે તેજ પવનો સાથે વરસાદ પડતા વાતાવરણમાં શિતલહેર છવાઈ જવાથી થરથર કંપાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ માવઠાને પગલે પંથકમાં કપાસ, જીરૂ, સહીતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના વિવિધ શહેરોની સાથે સુરેન્દ્રનગરની જિલ્લામાં પણ ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. વાદળો ઘેરાતા સુર્યના દર્શન દુર્લભ થયા છે અને વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધ્યું છે. આ માવઠાને કારણે તેમજ ભેજવાળા વાતાવરણને કારણે શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

ભારત માં ઓપરેટ કરનારી આ વિદેશી બેંક ને યુરોપ માં કરોડો ડોલર નો દંડ. જાણો બેંક નું નામ…
 

સાયલા પંથકના ખેડૂતોએ વાવેલા કપાસ સહીતના પાકમાં નુકશાન થવાની ભીતી વ્યક્ત કરી છે. કપાસ બળી જવાની ઘટનાઓ પણ બનવા લાગી છે તેમજ ઝાલાવાડના ખેડૂતોએ વાવેલા ઘઉં, જીરૂ, ચણા, તલ જેવા શિયાળુ પાકમાં નુકશાન થવાની સંભાવના વ્યકત કરી છે. બીજી તરફ વાતાવરણ ઠંડુગાર બનતા જનજીવનને પણ માઠી અસર પડી છે. બજારમાં કરફ્યુ જેવો માહોલ જાેવા મળ્યો હતો. બર્ફીલા પવન અને ડબલઋતુને કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ વધી છે.

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version