Site icon

Wheat Prices: આમ જનતા માટે ખુશ ખબર! ઘઉં અને લોટના ભાવને અંકુશમાં લેવા સરકારે ભર્યું આ પગલું..

Wheat Prices: કેન્દ્ર સરકારે 9 ઓગસ્ટ, 2023ના રોજ જાહેરાત કરી હતી કે તે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ જથ્થાબંધ ગ્રાહકોને વધારાના 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાનું વેચાણ કરશે.

Wheat Prices Centre sells 18.09 lakh tonne of wheat in 13 e-auctions under OMSS to cool down prices

Wheat Prices Centre sells 18.09 lakh tonne of wheat in 13 e-auctions under OMSS to cool down prices

News Continuous Bureau | Mumbai 

Wheat Prices: કેન્દ્ર સરકારે ( Central Govt ) તાજેતરમાં ઘઉંના ભાવમાં ( wheat prices ) વધારાને અંકુશમાં લેવા અને લોટના ભાવમાં ઘટાડો કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આજે કેન્દ્ર સરકારે પણ આમાંથી એક વિશે માહિતી આપી છે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ 13 ઈ-ઓક્શનમાં 18.09 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે. આનાથી ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. 18.09 લાખ ટન ઘઉંની આ ઈ-ઓક્શન ( e-auctions ) સેન્ટ્રલ પૂલથી લઈને જથ્થાબંધ ગ્રાહકો ( Wholesale customers ) માટે કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ખુલ્લા બજારમાં ઘઉં અને ચોખાના વેચાણની સરકારે ક્યારે જાહેરાત કરી?

કેન્દ્ર સરકારે 9 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ જથ્થાબંધ ગ્રાહકોને વધારાના 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાનું વેચાણ કરશે. ઘઉં સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ ભાવે વેચવામાં આવે છે, જે વર્તમાન MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવની બરાબર છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 21 સપ્ટેમ્બર સુધી કુલ 13 ઈ-ઓક્શન હાથ ધરવામાં આવ્યા હતા જેમાં યોજના હેઠળ 18.09 લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, દેશભરના 480 થી વધુ ડેપોમાંથી સાપ્તાહિક હરાજીમાં બે લાખ ટન ઘઉંની ઓફર કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :   Asian Games India-China Tussle: ચીને અરુણાચલના ખેલાડીઓને ન આપી એન્ટ્રી, ભારતે એક્શન લેતા આપ્યો જડબાતોડ જવાબ..

ખાદ્ય મંત્રાલયે બીજું શું કહ્યું

ખાદ્ય મંત્રાલયના નિવેદન અનુસાર, OMSS નીતિના સફળ અમલીકરણ દ્વારા, એવું જાણવા મળ્યું છે કે ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ નિયંત્રણમાં છે. ઉપરાંત, ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2023-24ના બાકીના સમયગાળા માટે OMSS નીતિ ચાલુ રાખવા માટે કેન્દ્રીય પૂલમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે. ખાદ્ય પુરવઠા મંત્રાલયે જણાવ્યું હતું કે દરેક સાપ્તાહિક ઈ-ઓક્શનમાં વેચવામાં આવેલ જથ્થો સૂચિત જથ્થાના 90 ટકાથી વધુ ન હતો, જે દર્શાવે છે કે સમગ્ર દેશમાં પર્યાપ્ત માત્રામાં ઘઉં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. નિવેદન અનુસાર, ઘઉંના વેઇટેડ એવરેજ સેલિંગ પ્રાઈસમાં ઘટાડાનું વલણ દર્શાવે છે કે ઓપન માર્કેટમાં ઘઉંના બજાર ભાવમાં નરમાઈ આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ઈ-ઓક્શન ઘઉંની વેઇટેડ એવરેજ સેલિંગ કિંમત રૂ. 2254.71 પ્રતિ ક્વિન્ટલ હતી, જે 20 સપ્ટેમ્બરે ઘટીને રૂ. 2,163.47 પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version