Site icon

પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા માન્ય કરવામાં આવેલ નાની ચલણી નોટો(currency notes and coin) અને રૂપિયા 10ના સિક્કાનું ચલણ સ્વીકારવાની ના પાડનારા સામે રાજદ્રોહ(treason)નો ગુનો નોંધાઈ શકે છે. તાજેતરમાં ગુજરાત(Gujarat)માં પાટણ(Patan)માં 10 રૂપિયાનો સ્વીકારવાનો ઈનકાર કરનારાઓ માટે જિલ્લા કલેકટરએ પરિપત્ર બહાર પાડી ચોખ્ખા શબ્દોમાં રાજદ્રોહનો ગુનો નોંધવાની ચેતવણી આપી હતી.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ છેલ્લા થોડા સમયથી વેપારીઓ, નાના ઉદ્યોગકારો, બેંકો તેમજ છૂટક વેપારીઓ દ્વારા 10 રૂપિયાના સિક્કાનો સ્વીકાર કરવામાં આવતો ન હોવાની ફરિયાદ આવી હતી. ગુજરાતના પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા બહાર પાડવામાં આવેલ નાની રકમની ચલણી નોટી તથા સિક્કા કેટલાક વેપારીઓ અને પેટ્રોલ પંપ(Petrol Pump) પર સ્વીકારવામાં આવતા નથી તે મુજબની એક અરજદારે પાટણ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા તાત્કાલિક એક્શન મોડમાં આવી રિઝર્વ બેંકના ચલણી સિક્કાનો અનાદર કરનાર પેટ્રોલ પંપના માલિક સામે પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો :  બીએસઇ અને એનએસઇ આ બંન્ને સ્ટોક એક્સચેંજ દંડાયા. સેબીએ આ કારણથી બન્ને સ્ટોક એક્સચેંજને દંડ ફટકાર્યો. જાણો વિગતે….

હવે પાટણ શહેરમાં રૂ.10નો ચલણી સિક્કો કે રૂપિયા પાંચની ચલણી નોટ કે અન્ય કોઈ ભારતનું ચલણ ન સ્વીકારનાર સામે રાજદ્રોહનો ગુનો નોંધાશે તેવો પરિપત્ર નિવાસી અધિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

સરકારી નિયમ મુજબ ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા માન્ય કરવામાં આવેલા નાની રકમની ચલણી નોટો અને રૂ.10ના સિક્કાનો જો કોઈપણ વ્યક્તિ અનાદર કરશે તો તેની સામે રાજદ્રોહ(treason)ની કલમ હેઠળ ગુનો લાગુ થઈ શકે છે.

Gold-Silver Price Crash:સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીનો પરપોટો ફૂટ્યો, એક જ દિવસમાં ₹1 લાખ સસ્તી; સોનાના ભાવમાં પણ થયો આટલા નો ઘટાડો
Budget 2026 Expectations: નિર્મલા સીતારમણ કેપિટલ ગેન્સ ટેક્સ સ્ટ્રક્ચરમાં કરી શકે છે મોટા ફેરફાર, રોકાણકારોને મળી શકે છે મોટી ટેક્સ રાહત
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Gold Price Drop 30 Jan: સોનાના ભાવમાં ₹7,000 નો તોતિંગ ઘટાડો, ચાંદીમાં પણ કડાકો યથાવત; જાણો 22 અને 24 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ
Exit mobile version