ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેરમાં હાલ જે પરિસ્થિતિ છે તેના કરતાં ખરાબ સ્થિતિ પુણેમાં છે. આવું હોવા છતાં પુણેમાં તમામ વેપાર-ધંધાને પૂરી રીતે ખોલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મૉલ પણ ખોલી દેવામાં આવ્યા છે. જોકે મુંબઈ શહેરના વેપારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં મુંબઈ મહાનગરપાલિકા ગલ્લાંતલ્લાં કરે છે. બીજી બાજુ, મુંબઈ શહેરના ફૂટપાથ પર ફેરિયાઓએ અડ્ડો જમાવી દીધો છે. આ ફેરિયાઓ માસ્ક પહેર્યા વગર ધંધો કરે છે તેમ જ અસુરક્ષિત વાતાવરણમાં ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ વેચાય છે. આવી વિકટ અને વિપરીત પરિસ્થિતિ હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાને ફેરિયાઓ વહાલાં છે
સારા સમાચાર : કોરોનાની માફક બ્લૅક ફંગસ માટે પણ વીમો આવી ગયો
જ્યારે દુકાનદારો તેમના માટે વિલન છે. વેપારીવિરોધી માનસિકતા આ દેશને અને મુંબઈ મહાનગરપાલિકાને ભારે પડશે.
