Site icon

વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ

News Continuous Bureau | Mumbai

T-Mobileએ તેનું નવું સૂટકેસ અન-કેરિયર ઓન લોન્ચ કર્યું છે. સૂટકેસને મેજેન્ટા કલરમાં રજૂ કરવામાં આવી છે, જ્યારે તે પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ સૂટકેસ સંસારા લગેજ સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી છે અને તે વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.

Join Our WhatsApp Community

Un-carrier On સુટકેસની કિંમત 

Un-carrier On સૂટકેસની કિંમત 325 ડોલર એટલે કે લગભગ 26,812 રૂપિયા રાખવામાં આવી છે. આ સૂટકેસ TravelMagentaની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. સૂટકેસ આ મહિનાના અંત સુધીમાં શિપિંગ માટે ઉપલબ્ધ થશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, સૂટકેસ પ્રી-ઓર્ડર કરી શકાશે અને તે શિપિંગ ફ્રી છે.

આ સમાચાર પણ વાંચો: ગ્રીન મોનાકીની પહેરીને પુલમાં ઉતરી કમોલિકા ઉર્ફે ઉર્વશી ધોળકિયા- દિલકશ અંદાજથી લોકોને કર્યા મંત્રમુગ્ધ- જુઓ ફોટોગ્રાફ્સ

Un-carrier On સૂટકેસની વિશેષતાઓ

કંપનીનું કહેવું છે કે, Un-carrier Onએ લોકો માટે એક ઉત્તમ પ્રવાસ સાથી છે જેમને મુસાફરી દરમિયાન સ્માર્ટ ઉપકરણો સાથે જોડાયેલા રહેવાની જરૂર હોય છે. સૂટકેસ USB-C પાવર ડિલિવરી ચાર્જિંગ સાથે દૂર કરી શકાય તેવી પાવર બેંક સાથે પણ આવે છે. એટલે કે, આ સૂટકેસની મદદથી, વપરાશકર્તાઓ આરામથી તેમના સ્માર્ટ ડિવાઇસ જેમ કે એન્ડ્રોઇડ મોબાઇલ, ટેબલેટ તેમજ આઇફોનને ચાર્જ કરી શકે છે.

Un-carrier On સાથે, યુઝર્સ ફ્લાઇટ દરમિયાન ટેકઓફથી લેન્ડિંગ સુધી તેમની અંગત વસ્તુઓનો ટ્રેક રાખી શકશે. સૂટકેસના માલિકો માટે વર્કસ્ટેશન બનાવવા માટે સૂટકેસને ફ્લેટ ટોપ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. સૂટકેસ લેપટોપ રાખવા માટે જગ્યા આપે છે, જેથી વપરાશકર્તાઓ મુસાફરી કરતા પહેલા કામ કરવા માટે સૂટકેસનો ઉપયોગ કરી શકે. ઉપરાંત, તમે સ્ટેશન અથવા એરપોર્ટ પર સૂટકેસ પર લેપટોપ રાખીને મૂવી અથવા તમારી મનપસંદ ટેલિવિઝન શ્રેણીનો આનંદ લઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ-  લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version