Site icon

World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? જાણો રોકાણ કરવા માટેના છે અનેક વિકલ્પો

દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

world saving day

world saving day

News Continuous Bureau | Mumbai 

વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી(World Savings Day celebrat) કરવામાં આવે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે અને દરેક થાપણદાર તેના વિકાસમાં ફાળો આપે છે.

 

Join Our WhatsApp Community

શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ?

બેંક બચતના મહત્વને પ્રોત્સાહિત કરવા અને બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે 30 ઓક્ટોબર 1924ના રોજ વિશ્વ બચત દિવસની (World Savings Day) શરૂઆત કરવામાં આવી હતી. તેની સ્થાપના ઈટાલીના મિલાનમાં 1લી ઈન્ટરનેશનલ સેવિંગ્સ બેન્ક કોંગ્રેસ (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેન્ક) દરમિયાન થઈ હતી.

 

તેનો હેતુ મુખ્યત્વે લોકોને નાણાં બચાવવાના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો, કારણ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકોને બચત અંગે વિશ્વાસ ન હતો. બચત બેંકોએ પણ બચત(saving)ને પ્રોત્સાહન આપવા માટે શાળાઓ, ઓફિસો, રમતગમત અને મહિલા સંગઠનો સાથે મળીને કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિવસ લોકપ્રિય બન્યો અને ત્યારથી વિશ્વ બચત દિવસ ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

 

બચત માટેના વિકલ્પો

કોરોના મહામારી પછી લોકોને બચતનું મહત્વ સમજાયું છે પણ સામાન્ય લોકો માટે મુંઝવણ ઉભી થતી હોય છે કે બચત શેમાં કરવી જોઈએ. સામાન્ય રીતે વર્ષોથી એફ. ડીમાં  રોકાણ કરવું એ પ્રચલિત છે પણ હાલની મોંઘવારીનો દર અને થાપણ પર મળતા વ્યાજના દરને જોતા એફ.ડી. એટલો ફાયદાકારક વિકલ્પ નથી.

 

આ સિવાય પોસ્ટ ઓફિસની વિવિધ યોજના, એલઆઈસીની વિવિધ પોલીસી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં સારુ વળતર મળી રહ્યું છે. સરકાર પણ સોવરેન ગોલ્ડ જેવી વિવિધ યોજના(investment options) દ્વારા બચતને સરળ બનાવી રહી છે. જે સારૂ વળતર આપી રહી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ IRCTC Bhutan Tour: IRCTC સુંદર ભૂતાનની મુલાકાત લેવા માટે ટૂર પેકેજ લાવ્યું છે, બજેટમાં ફરી આવો વિદેશ
LPG Supply Update:LPG સપ્લાય અંગે ઇન્ડિયન ઓઇલનું મોટું અપડેટ: દેશભરમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવા માટે કરાઈ ખાસ તૈયારી
Indian Airlines Plan B Middle East: મિડિલ ઈસ્ટ એરસ્પેસમાં જોખમ વધતા ભારતીય એરલાઇન્સની છલાંગ, આસિયાન દેશો માટે કનેક્ટિવિટી વધારવાની તૈયારી
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?
Exit mobile version