Site icon

આવક / દેશની GDP માં યુટ્યુબનું બમ્પર યોગદાન, આંકડા જાણી નહીં થાય ભરોસો

ઓનલાઈન વિડિયો પ્લેટફોર્મ યુટ્યુબ સાથે સંકળાયેલી ઈકોસિસ્ટમે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે અને લગભગ 7.5 લાખ પૂર્ણ-સમય-સમાન નોકરીઓને પણ સમર્થન આપ્યું છે

YouTube creators contributed over 10000 crore to Indias GDP in 2021

આવક / દેશની GDP માં યુટ્યુબનું બમ્પર યોગદાન, આંકડા જાણી નહીં થાય ભરોસો

News Continuous Bureau | Mumbai

Youtube GDP: ઓનલાઈન વિડિયો પ્લેટફોર્મ યુટ્યુબ સાથે સંકળાયેલી ઈકોસિસ્ટમે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે અને લગભગ 7.5 લાખ પૂર્ણ-સમય-સમાન નોકરીઓને પણ સમર્થન આપ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું ?

‘ઑક્સફર્ડ ઇકોનોમિક્સ’ના વિશ્લેષણના આધારે ‘યુટ્યુબ ઇમ્પેક્ટ’ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 4,500 કરતાં વધુ યુટ્યુબ (YouTube) ચેનલોના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ભારતમાં એક લાખ રૂપિયાથી વધુની વાર્ષિક કમાણી કરતી ચેનલોની સંખ્યા વાર્ષિક આધાર પર વર્ષ 2021માં 60 ટકાથી વધુ થઈ ગઈ છે. 

રિપોર્ટ મુજબ યુટ્યુબ (YouTube) ની ક્રિએટિવ ઇકોસિસ્ટમ વર્ષ 2021માં દેશના જીડીપીમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું અને ભારતીય અર્થતંત્રમાં 7,50,000 થી વધુ પૂર્ણ-સમયની નોકરીઓને સમર્થન કર્યું. તેની આર્થિક અસર ચાર રીતે દેખાય છે એટલે કે પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રેરિત અને ઉત્પ્રેરક અસર.

આ સમાચાર પણ વાંચો: Food Adulteration at Mumbai : હાથગાડી પર બરી ખાતા પહેલા વાંચો આ સમાચાર, બીજાવાર ખાવાનો વિચાર પણ નહીં કરો!

યુટ્યુબ (YouTube) એ એક બ્લોગમાં જણાવ્યું કે, યુટ્યુબ (YouTube) ને 2021માં માત્ર હેલ્થ સ્ટેટસ વીડિયો પર 30 અબજથી વધુ વ્યુઅર્સ મળ્યા છે. આને ધ્યાનમાં રાખીને, નારાયણ હેલ્થ, મણિપાલ હોસ્પિટલ્સ, મેદાંતા અને શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઑક્સફોર્ડ ઇકોનોમિકસે યુટ્યુબ (YouTube) ની અસરનું મૂલ્યાંકન કરવા 4,021 યુટ્યુબ વપરાશકર્તા (YouTube Users) ઓ, 5,633 સર્જકો (Creators) અને 523 વ્યવસાયો (Business) નો સર્વે કર્યો.

તમે પણ કમાઈ શકો છો

જો તમને પણ કોઈપણ ક્ષેત્રમાં વિશેષ રસ હોય, તો તમે અન્ય યુટ્યુબ (YouTube) સર્જકોની જેમ કમાણી કરી શકો છો. જેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે. જો કે આ કામમાં પણ તમારે અન્ય કામોની જેમ મહેનત કરવી પડશે.

આપને જણાવી દઈએ કે યુટ્યુબ (YouTube) પર વીડિયો સ્ટ્રિમિંગ થાય છે. અત્યારે લોકો યુટ્યુબ (YouTube) પર સારી એવી કમાણી કરી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો: Business News : ચેકથી નાણા ચૂકવો છો? ‘આ’ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો…

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version