ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ઝી એન્ટરટેન્ટમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ZEEL) અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI)ની વચ્ચેના મર્જરને મંજૂરી મળી ગઈ છે.
ઝી એન્ટરટેન્ટમેન્ટ એન્ટરપ્રાઈઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ZEEL અને SPNIની વચ્ચેના કરારને મંજૂરી આપી છે.
મર્જર પછી ઝી એન્ટરટેન્ટમેન્ટના શેરહોલ્ડર્સનો હિસ્સો 47.07 ટકા હશે. જ્યારે સોની પિક્ચર્સ નેટવર્કનો હિસ્સો 52.93 ટકા હશે.
જોકે વિલય બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO પદે યથાવત રહેશે.
આ ડીલની અસર ઝી એન્ટરટેન્ટમેન્ટના શેર પર જોવા મળી રહી છે. કંપનીના શેર NSE પર 20 ટકાથી વધુ તેજીની સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત