Site icon

Zomato CEO Billionaire: Zomatoના સ્થાપક-CEO દીપેન્દ્ર ગોયલનો અબજોપતિઓમાં સમાવેશ, નેટવર્થ રૂ. 8,300 કરોડ સુધી પહોંચી.. જાણો વિગતે..

Zomato CEO Billionaire: મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા, દીપેન્દ્ર સિંહ ગોયલ, જેઓ IIT દિલ્હીમાંથી ગણિત અને કોમ્પ્યુટિંગમાં સ્નાતક છે, તેમને ખોરાક પ્રત્યેના વિશેષ પ્રેમને કારણે આ એપ શરૂ કરવાની પ્રેરણા મળી હતી.

Zomato CEO Billionaire Zomato founder-CEO Dipendra Goyal among billionaires, net worth Rs. 8,300 crore reached..

Zomato CEO Billionaire Zomato founder-CEO Dipendra Goyal among billionaires, net worth Rs. 8,300 crore reached..

News Continuous Bureau | Mumbai

Zomato CEO Billionaire:  ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર સિંહ ગોયલ હવે અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. ઝોમેટોના ( Zomato  ) શેરમાં રેકોર્ડ વધારો થવાને કારણે, ગોયલની નેટવર્થ હવે $1 બિલિયનને પાર કરી ગઈ છે, તે જ સમયે, ઝોમેટોના શેર જુલાઈ 2023 ના નીચા સ્તરથી 300 ટકાથી વધુ વધી ગયા છે, જેના કારણે હવે તેઓ બિલિયોનેર ક્લબ જોડાય ગયા છે. 

Join Our WhatsApp Community

હાલમાં દીપેન્દ્ર ગોયલ ( Deepinder Goyal  ) Zomatoના સ્થાપક અને CEO છે. દરમિયાન,15 જુલાઈએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર Zomatoના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 2 ટકા વધીને રૂ. 230 થયો હતો, જે કંપનીનું સર્વોચ્ચ સ્તર છે. કંપનીએ તેની પ્લેટફોર્મ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવાની જાહેરાત કર્યા બાદ આ વધારો થયો છે.

Zomato CEO Billionaire:  41 વર્ષીય ગોયલ હવે ભારતના સૌથી ધનિક પ્રોફેશનલ બની ગયા છે..

41 વર્ષીય ગોયલ ( Zomato CEO Deepinder Goyal ) હવે ભારતના સૌથી ધનિક પ્રોફેશનલ બની ગયા છે, જેમની કુલ સંપત્તિ 8,300 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. હાલમાં, ગોયલ ( Deepinder Goyal Billionaire ) ઝોમેટોમાં 36.95 કરોડ શેર અથવા 4.24 ટકા હિસ્સો ધરાવે છે. 41 વર્ષના દીપેન્દ્ર ગોયલે વર્ષ 2008માં Zomatoની શરૂઆત કરી હતી. આ કંપનીનું માર્કેટ કેપ હાલ રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  NMHC: મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેવ્સના સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા અંગેની બેઠક યોજાઈ

તાજેતરમાં, Swiggy અને Zomatoએ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બંને પ્લેટફોર્મ પરથી ખાવાનું મંગાવવું થોડું મોંઘું થઈ બની ગયું છે. બંને કંપનીઓએ તેમની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. આ કંપનીઓએ બેંગલુરુ અને દિલ્હી જેવા બજારોમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર દીઠ વસૂલવામાં આવતી પ્લેટફોર્મ ફીમાં 20 ટકાનો વધારો કરીને રૂ. 6 કરી દીધી હતી. આ અગાઉ આ કંપનીઓ 5 રૂપિયા વસૂલતી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version