Site icon

Zomato-Swiggy Update: તહેવારોની સિઝનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘું, Zomato-Swiggyએ પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો..

Z omato-Swiggy Update: કંપની હવે રાષ્ટ્રીય રાજધાનીમાં તહેવારોની સિઝન દરમિયાન પ્લેટફોર્મ ફી તરીકે રૂ. 10 વસૂલ કરી રહી છે. જો કે, Zomato એ સ્પષ્ટ નથી કર્યું કે કયા શહેરોમાં પ્લેટફોર્મ ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે પ્લેટફોર્મ ફીમાં આવા ફેરફારો એ નિયમિત બિઝનેસ પ્રક્રિયા છે અને સમય સમય પર કરવામાં આવે છે.

Zomato-Swiggy Update Food delivery just got pricier Swiggy joins Zomato with Rs 10 fee hike

Zomato-Swiggy Update Food delivery just got pricier Swiggy joins Zomato with Rs 10 fee hike

News Continuous Bureau | Mumbai

Zomato-Swiggy Update: જો તમે Zomato અને Swiggy પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર ( Online food order ) કરવા જઈ રહ્યા છો, તો આ વખતે તે તમને મોંઘુ પડશે.  કારણ કે હવે તમારે તહેવારોની સિઝનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કંપનીઓ Zomato અને Swiggy બંનેએ પ્લેટફોર્મ ફી વધારી ( Fee hike ) ને રૂ. 10 પ્રતિ ઓર્ડર કરી છે. સૌથી પહેલા Zomatoએ પ્લેટફોર્મ ફી વધારવાની જાહેરાત કરી હતી. જે બાદ સ્વિગીએ પ્લેટફોર્મ ફીમાં પણ વધારો કર્યો છે.

Join Our WhatsApp Community

Zomato-Swiggy Update: તહેવારોની સિઝનમાં પ્લેટફોર્મ ફીમાં  વધારો 

બુધવાર, 23 ઓક્ટોબરના રોજ, સ્ટોક એક્સચેન્જે તહેવારોની સિઝનમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ( Food delivery ) માં થયેલા વધારાને પગલે પ્લેટફોર્મ ફી ( Platform fee ) માં રૂ. 10નો વધારો કરવાના મીડિયા અહેવાલો અંગે Zomato પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ઝોમેટો લિસ્ટેડ કંપની હોવાથી તેની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ગુરુવાર, 24 ઓક્ટોબર, 2024ના રોજ, Zomatoએ સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરાયેલી નિયમનકારી ફાઇલિંગમાં કહ્યું, અમે જણાવવા માંગીએ છીએ કે આ કોઈ અફવા નથી. કારણ કે મીડિયામાં સમાચારના સ્ત્રોત તરીકે માત્ર Zomato મોબાઈલ એપને ટાંકવામાં આવી છે, જે સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે અને કોઈપણ તેને જોઈ શકે છે.

Zomato-Swiggy Update: આવા ફેરફારો  રૂટિન બિઝનેસની બાબત 

Zomatoએ કહ્યું કે, અમે બુધવાર 23 ઓક્ટોબરે કેટલાક શહેરોમાં પ્લેટફોર્મ ફી વધારી દીધી છે. કંપનીએ કહ્યું કે આવા ફેરફારો એ રૂટિન બિઝનેસની બાબત છે અને કંપની સમયાંતરે આવા નિર્ણયો લે છે. કંપનીએ કહ્યું કે પ્લેટફોર્મ ફી એક શહેરથી બીજામાં અલગ-અલગ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Airline Bomb threat : થ્રેટ કોલનો સિલસિલો યથાવત… આજે એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરલાઈન્સ ટેન્શનમાં..

જ્યારે અગાઉ Zomato પ્રતિ ઓર્ડર 6 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતી હતી, હવે કંપનીએ તેને વધારીને 10 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી દીધી છે. સ્વિગી અગાઉ પ્લેટફોર્મ ફી તરીકે રૂ. 7 વસૂલતી હતી, જે કંપનીએ વધારીને રૂ. 10 કરી છે. Zomatoએ કહ્યું કે પ્લેટફોર્મ ફીમાં વધારો તાત્કાલિક નિર્ણય છે. જે તહેવારોની સિઝન દરમિયાન ઓર્ડરમાં વધારાને મેનેજ કરવા માટે લેવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું, આ ફી Zomatoને તેના બિલ ચૂકવવામાં મદદ કરશે.

Silver Price Crash: સોના-ચાંદીના ભાવ ‘ધડામ’! ચાંદીના ભાવમાં ₹૧.૮૦ લાખનો જંગી ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ.
Gold Silver Rate Today 16 February 2026: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી ₹૮,૦૦૦ સુધી સસ્તી થઈ; તમારા શહેરના આજના ભાવ તપાસો
ETF New Rules: સોના-ચાંદીના ETF માં રોકાણ કરનારા સાવધાન! સેબીએ ખરીદ-વેચાણના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો નવા ‘T-1’ ફોર્મ્યુલા વિશે.
IndiGo’s Mega Recruitment: હવે ફ્લાઈટ કેન્સલ થવાની ચિંતા છોડો! ઈન્ડિગો 1,000 નવા પાયલોટોની કરશે ભરતી, મુસાફરોને મળશે મોટી રાહત
Exit mobile version