Site icon

દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત  

 News Continuous Bureau | Mumbai

મુંબઈ પુણે એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway) પર અકસ્માતોનો (accidents) સિલસિલો યથાવત છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગુરુવારે રાતે એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ (Borghat) ખાતે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે આમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે આ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માતોને રોકવા માટે વહીવટીતંત્ર (administration) દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો તેનો ભોગ બને છે.

Join Our WhatsApp Community

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુંબઈ તરફના રોડ પર ગંભીર કાર અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામ (traffic jam) થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માત ત્યારે થયો જ્યારે પૂણેથી મુંબઈ તરફ આવી રહેલી એક ઈર્ટિકા કાર નીચેના વાહન સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રોડની બાજુમાં પડી ગઈ હતી. અકસ્માત બાદ ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. કહેવાય છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મુસાફરો એક જ પરિવારના છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપ આજે ૮૯ બેઠક માટે ૮૯ દિગ્ગજ નેતાઓની ફોજ ચૂંટણી પ્રચારમાં ઉતારશે.. જુઓ કોનું કોનું નામ છે સામેલ

દરમિયાન અકસ્માત બાદ હાઇવે પોલીસ ત્યાં પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દુર્ઘટના બાદ આઈઆરબી (IRB) , બોરઘાટ પોલીસ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હાઈવે પર અકસ્માતો ન થાય તે માટે વહીવટીતંત્ર યોજનાઓ બનાવી રહ્યું છે. પરંતુ હાઇવે પર આની કોઇ અસર થતી હોય તેમ જણાતું નથી.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Exit mobile version