Site icon News Continuous Bureau | Mumbai

Special train: 10 મે ના રોજ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

Special train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

A special train will be run between Ahmedabad and Hubali on May 10

A special train will be run between Ahmedabad and Hubali on May 10

News Continuous Bureau | Mumbai

Special train:  મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ( Western Railway ) અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

Special train: ટ્રેન નંબર 07314/07313 અમદાવાદ-હુબલ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ)

ટ્રેન નંબર 07314 અમદાવાદ-હુબલ્લી સ્પેશિયલ ( Ahmedabad – Hubli Special Train ) અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે હુબલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07313 હુબલ્લી- અમદાવાદ ( Ahmedabad  ) સ્પેશિયલ ગુરુવાર, 09 મે 2024 ના રોજ હુબલ્લી થી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે અમદાવાદ પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સાતારા, કરાડ, સાંગલી, મિરજ, બેલગાવી, લોંડા અને ધારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી ઈકોનોમી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો:  Dharavi Redevelopment Project: ધારાવી પુનઃવિકાસને લઈને પક્ષ – વિપક્ષ ઉમેદવારો વચ્ચે વિવાદ, જનતાને ગેરમાર્ગે દોરવાનો એકબીજા પર આરોપ..

ટ્રેન નંબર 07314 નું બુકિંગ 09 મે 2024 થી તમામ પીઆરએસ  કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ( IRCTC ) વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version