Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Accident: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર ભયનાક ડબલ અકસ્માત, 9 ના મોત અનેક ઘાયલ

Ahmedabad Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જે દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા.

Ahmedabad Accident: Horrible double accident on Ahmedabad ISKCON Bridge, 9 dead, many injured

Ahmedabad Accident: Horrible double accident on Ahmedabad ISKCON Bridge, 9 dead, many injured

News Continuous Bureau | Mumbai

Ahmedabad Accident: ગુજરાત (Gujarat) ના અમદાવાદ (Ahmedabad) માં આવેલા ઈસ્કોન બ્રિજ (Iskcon Bridge) પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે થાર ગાડી (Thar vehicle) અને ડમ્પર (Dumper) વચ્ચે અથડામણ થઇ હતી. અકસ્માત જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા.

Join Our WhatsApp Channel

આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, જેઓ થાર અને ડમ્પર અકસ્માત બાદ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Manipur Violence: મોદીજી સુઈ રહ્યા છે’, મણિપુરની ઘટના પર વિપક્ષનો ભડકો, મહિલાઓને નગ્ન કરીને પરેડ બદલ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ

જગુઆર ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી

દેશ ગુજરાતે પોલીસને ટાંકીને જણાવ્યું છે કે બુધવાર-ગુરુવારની વચ્ચેની રાત્રે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન ફ્લાયઓવર પર મહિન્દ્રા થારે એક ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે એક ઝડપી કાર ત્યાંથી પસાર થઈ અને ભીડને કચડી નાખી.
આ અકસ્માતમાં કાર ચાલક પણ ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડબલ અકસ્માત બાદ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર ઇસ્કોન બ્રિજ બંધ કરાવી દીધો હતો.

પોલીસ ડ્રાઈવરની ધરપકડ કરશે

અમદાવાદના DCP ટ્રાફિક, નીતાબેન હરગોવનભાઈએ જણાવ્યું કે, મોડી રાત્રે બનેલી ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 10-11 લોકો ઘાયલ થયા છે. કાર ચાલક હોસ્પિટલમાં છે અને અમે ડોક્ટરની સલાહ મુજબ તેની ધરપકડ કરીશું. આ કેસમાં તમામ મૃતકોને ન્યાય મળે તે માટે અમે પ્રયાસ કરીશું.
સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે હોસ્પિટલમાં 12 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 9ના મોત થયા હતા. તેમણે કહ્યું કે, રાત્રે લગભગ 1:30 વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. અગાઉ 4 દર્દી અને 3 મૃતદેહો આવ્યા હતા, અડધા કલાકમાં એક દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કુલ 9 મૃતદેહો આવ્યા છે. દરેકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Raigad: ખાલાપુરમાં કુદરતી આફત તોળાઈ, પર્વત ટુટી પડતા 40 મકાનો દટાયા; રેસ્ક્યુ ઓપરેશન શરૂ

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version