Site icon

Ahmedabad Division: મુંબઈમાં કરાઈ 69મા રેલ્વે સપ્તાહની ઉજવણી, અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને આટલા કર્મચારીઓને એનાયત કરાયો વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર

Ahmedabad Division: અમદાવાદ ડિવિઝનના 5 રેલ્વે અધિકારીઓ અને 8 રેલ્વે કર્મચારીઓને વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા

Ahmedabad Division 69th Railway Week celebrated in Mumbai, 5 officers and so many employees of Ahmedabad Division were awarded the Special Railway Service Award

Ahmedabad Division 69th Railway Week celebrated in Mumbai, 5 officers and so many employees of Ahmedabad Division were awarded the Special Railway Service AwardAhmedabad Division 69th Railway Week celebrated in Mumbai, 5 officers and so many employees of Ahmedabad Division were awarded the Special Railway Service Award

News Continuous Bureau | Surat   

Ahmedabad Division: પશ્ચિમ રેલવેના 69મા રેલ્વે સપ્તાહની ઉજવણીના પ્રસંગે વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) 2024નું આયોજન 15મી જાન્યુઆરી, 2025ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્રએ વર્ષ 2023-24 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 રેલ્વે કર્મચારીઓને વર્ષ 2024માં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

મહાપ્રબંધક,પશ્ચિમ રેલવે,અમદાવાદ ડિવિઝન દ્વારા જે અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં શ્રી રાષ્ટ્રદીપ-વરિષ્ઠ મંડળ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, શ્રી અનુરાગ સિંઘ – ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર, શ્રી સૌમિત્ર સિંહા – ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, શ્રી પંકજ તિવારી – ડિવિઝનલ પરિચાલન પ્રબંધક, શ્રી સંજય પૂનમચંદ ચૌધરી – સહાયક સુરક્ષા આયુક્ત અને કર્મચારીઓમાં શ્રી મુકેશ કુમાર બૈરવા – વરિષ્ઠ સેક્શન ઈજનેર, શ્રી નિશાંત અનિલ કુમાર – વરિષ્ઠ સેક્શન ઈજનેર, શ્રી મિહિર. ટાટુ – સિનિયર સેક્શન એન્જિનિયર, શ્રીમતી અંજુ એન ગુલાટી-મુખ્ય કાર્યાલય અધિક્ષક, શ્રી અંજની કુમાર-સિનિયર સેક્શન એન્જિનિયર, શ્રી ઉપેન્દ્ર ત્રિપાઠી – ચીફ લોકો ઈન્સ્પેક્ટર, શ્રી જીગર દિવાનજી – સિનિયર ગુડ્સ ટ્રેન મેનેજર, શ્રી અમિત કુમાર વોરા –મુખ્ય નિયંત્રક સમાવેશ થાય છે. આ એવોર્ડ સમારંભનું આયોજન પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન્યતા આપવા માટે દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જે હંમેશા પડકારોનો સામનો કરવા તત્પર રહેછે આવા કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી પસંદગીના કેટલાકને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Limited Height Subway: કલોલમાં અમિત શાહે લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કરી ટ્રાફિક સુવિધામાં સુધારો કર્યો

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર મેળવનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના ક્ષેત્રનું કામ પૂર્ણ સમર્પણ અને મહેનતથી કરવા અપીલ કરી છે જેથી વધુને વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે. ડિવિઝનના વધુથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ડિવિઝનલ, ઝોનલ અને રેલ્વે બોર્ડ કક્ષાએ સન્માન મળવું જોઈએ અને અમદાવાદ ડિવિઝન સતત વિકાસના માર્ગે આગળ વધતું રહે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version