Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Division: આગામી 6 ફેબ્રુઆરીથી અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો 5 થી 10 મિનિટ પહેલા ચાલશે, જાણો સમયપત્રક

Ahmedabad Division: અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક પરિવર્તન

Ahmedabad Division From February 6, some trains of Ahmedabad division will run 5 to 10 minutes earlier, know the timetable

News Continuous Bureau | Mumbai

Ahmedabad Division: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમયપાલન ને વધુ સારું બનાવવાના ઉદ્દેશ્ય થી 6 ફેબ્રુઆરી 2025 થી અમદાવાદ મંડળ થી ચાલનારી કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો સમય થી 5 થી 10 મિનિટ પહેલા ચાલશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 6 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:20 કલાકને બદલે 23:15 કલાકે ઉપડશે અને સામાખ્યાલી 00.04/00:06 કલાકે, રાધનપુર 01.36/01.38 કલાકે, ભાભર 01:57/01:59 કલાકે અને ભીલડી સ્ટેશન પર 02.55 કલાકે પહોંચીને 03.00 કલાકે તેના ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
2. ટ્રેન નં. 14893 ભગત કી કોઠી-પાલનપુર એક્સપ્રેસ 6 ફેબ્રુઆરી 2025 થી ભીલડી સ્ટેશન પર 03.00/03:10 કલાક ના બદલે 02:50 કલાકે પહોંચીને 03:00 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
3. ટ્રેન નં. 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 7 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:10 કલાક ને બદલે 23:05 કલાકે ઉપડશે અને ભચાઉ 23:35/23:37 કલાકે અને સામાંખ્યાલી સ્ટેશન પર 23:48 કલાકે પહોંચીને 23:50 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.
4. ટ્રેન નંબર 20804 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2025 થી ગાંધીધામથી 23:10 કલાક ને બદલે 23:05 કલાકે ઉપડશે અને ભચાઉ 23:35/23:37 કલાકે અને સામાખ્યાલી સ્ટેશન પર 23:48 કલાકે પહોંચીને 23:50 કલાકે ગંતવ્ય સ્થાન માટે પ્રસ્થાન કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે .

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in પર જઈને જોઈ શકો છો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version