Ahmedabad Municipal Corporation: રેલ યાત્રીઓની મુસાફરી થશે સરળ, રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી અને અમદાવાદ વચ્ચે શરૂ કરાઈ બસ સેવા..

Ahmedabad Municipal Corporation: રેલવે યાત્રીઓની સુવિધા માટે સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે બસ સેવાની શરૂઆત

News Continuous Bureau | Mumbai

Ahmedabad Municipal Corporation: રેલવે પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી સાબરમતી અને અમદાવાદ વચ્ચે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શરૂઆત હેઠળ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. રેલવે પ્રશાસને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી આ વ્યવસ્થા કરી છે, જે જોધપુર-સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 20485) અને અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ (ટ્રેન નંબર 12655) ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા હશે.

Join Our WhatsApp Community

Ahmedabad Municipal Corporation Travel of rail passengers will be easier, railway administration has started bus service between Sabarmati and Ahmedabad.

આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

Ahmedabad Municipal Corporation: તે અનુસાર ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જે સાબરમતી સ્ટેશન પર 20:00 કલાકે પહોંચે છે તથા ટ્રેન નંબર 12655 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ જે અમદાવાદ સ્ટેશનથી 21:25 કલાકે ઉપડે છે. જે યાત્રી જોધપુર-સાબરમતી એક્સપ્રેસથી આવીને નવજીવન એક્સપ્રેસથી ચેન્નાઈ જાય છે તે યાત્રીઓ નવજીવન એક્સપ્રેસ ઉપડવાના સમયથી પહેલાં સરળતાથી પહોંચી શકે એટલા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બંને ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસો શરૂ કરવામાં આવી છે જેનાથી યાત્રીઓને સરળ અને સસ્તી યાત્રા મળી શકશે. આ પગલું યાત્રીઓને ઑટો રિક્શા ચાલકો દ્વારા લેવામાં આવતા મનમરજીના ભાડાથી રાહત આપશે.
આની સાથે જ, વટવા સ્ટેશન પર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમયે પણ વિવિધ મુકામ માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાથી યાત્રીઓને વટવા સ્ટેશનથી પોતાના મુકામ સુધી જવામાં સુવિધા મળશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version