News Continuous Bureau | Mumbai
Amit Shah Flies Kite: ઉત્તરાયણ પર્વ એટલે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. એટલે કે વર્ષની દર 14મી જાન્યુઆરીના રોજ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, પરિણામે ભારતમાં આ દિવસ મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. આજે દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના મેમનગર વિસ્તારમાં શાંતિ નિકેતન સોસાયટીના રહેવાસીઓ સાથે પતંગ ઉડાવી તહેવારની ઉજવણી કરી.
Amit Shah Flies Kite:જુઓ વિડીયો
HM Amit Shah flies kites, celebrates Uttarayan in Ahmedabadhttps://t.co/9FctiNqJzr pic.twitter.com/O1XA3OSWIe
— DeshGujarat (@DeshGujarat) January 14, 2025
વીડિયોમાં જોઈ શકાય છે કે અમિત શાહ એક ઇમારતની છત પર ઉભા રહીને પતંગ ઉડાડી રહ્યા છે. પતંગ મહોત્સવ જોવા માટે સમર્થકોની ભીડ જામી છે. અમિત શાહને જોવા માટે લોકો આસપાસની ઇમારતો પર ઉભા હતા. ભૂપેન્દ્ર પટેલની પાસે ઉભા રહેલા અમિત શાહ હાથમાં દોરી લઈને પતંગ ઉડાડી રહ્યા હતા. આ દરમિયાન, એક યુવકે થોડે દૂર બીજી ઇમારત પરથી અમિત શાહનો પતંગ કાપી નાખ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે પતંગ કપાયા પછી, અમિત શાહે પણ તે યુવાન તરફ અંગૂઠો બતાવ્યો.
Amit Shah Flies Kite:સમર્થકે જ કાપી પતંગ
आज तो @AmitShah अमित काका की पतंग कट गई।
अमित काका 😁 pic.twitter.com/PhX9gXgDXO
— Shri Aacharya Ji (@IMightyWarrior) January 14, 2025
દરમિયાન આજે હમંત્રી અમિત શાહનો પતંગ કપાઈ ગયો. અમિત શાહ અમદાવાદમાં પતંગ ઉડાવી રહ્યા હતા. અમિત શાહે પૂરા ઉત્સાહથી પતંગ ઉડાડી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. આ પતંગ ઉડાવતી વખતે, અમિત શાહનો પતંગ તેમના એક સમર્થકે કાપી નાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi news : મકરસંક્રાંતિ પર રાહુલ ગાંધી પહોંચ્યા રિઠાલા, પૂર્વાંચલના લોકો સાથે માણ્યો દહીં-ચૂડા નો સ્વાદ; જુઓ વિડીયો..
Amit Shah Flies Kite: સીએમ પટેલ પણ હાજર રહ્યા હતા
આ પ્રસંગે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી અને તેમની સાથે મકરસંક્રાંતિનો આનંદ માણ્યો. કેન્દ્રીય મંત્રીએ સોસાયટીની છત પર પતંગ ઉડાડવાનો પણ આનંદ માણ્યો, જ્યાં તેઓ સ્થાનિક નાગરિકો સાથે ભળી ગયા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)