BIS Ahmedabad: હોલમાર્કિંગ વિનાના ઘરેણાં વેચતા અમદાવાદના જ્વેલર્સ પર BISના દરોડા, આટલા ગ્રામ સોનાના દાગીના થયા જપ્ત..

BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad:   02.09.2024ના રોજ મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સ ( Ahmedabad Jewellers ) , હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે ભારતીય માનક બ્યુરો ( BIS ), અમદાવાદના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા એન્ફોર્સમેન્ટ દરોડા પાડવામાં આવ્યા હતા.  કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ નકલી હોલ માર્કિંગ સાથે તેમજ હોલમાર્કિંગ ( Hallmarking )  (હોલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી)) વિનાના ઘરેણાં વેચતા જોવા મળ્યા હતા. ઓપરેશન દરમિયાન 241 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community
BIS raids Ahmedabad jewelers selling jewelery without hallmarking, so many grams of gold jewelery seized.

BIS raids Ahmedabad jewelers selling jewelery without hallmarking, so many grams of gold jewelery seized.

 

 નકલી અથવા હોલમાર્કિંગ (HUID) વિનાના સોનાના દાગીનાનું ( Gold Jewellery ) વેચાણ એ BIS એક્ટ 2016ની કલમ 15નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ન્યૂનતમ રૂ. 1,00,000ના દંડની સજા છે, જે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે.

BIS raids Ahmedabad jewelers selling jewelery without hallmarking, so many grams of gold jewelery seized.

વધુમાં, HUID નંબર ફીડ કરીને BIS કેર મોબાઈલ એપમાં હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Surat ITI : સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતેની ખાલી બેઠકો પર આ તારીખ સુધી મેળવી શકાશે પ્રવેશ

ભારતીય માનક બ્યુરો સામાન્ય ઉપભોક્તાની સુરક્ષા માટે નકલી હોલમાર્ક અથવા HUID વિના ઘરેણાં વેચવા વિશે માહિતી પ્રાપ્ત થતાંની સાથે શ્રેણીબદ્ધ દરોડા ( Enforcement Raid ) પાડી રહ્યું છે. HUID વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ સંસ્થા પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in સરનામાં પર ઈમેઈલ દ્વારા અને BIS કેર એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. માહિતી આપનારની ઓળખ સખ્ત રીતે ગુપ્ત રાખવામાં આવશે.

BIS raids Ahmedabad jewelers selling jewelery without hallmarking, so many grams of gold jewelery seized.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version