Site icon

Compassion Campaign 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ કરી શરૂવાત, વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની લીધી મુલાકાત

Compassion Campaign 2025: ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'સ્નેક રેસ્ક્યુ એપ' લૉન્ચ તેમજ 'કરુણા અભિયાન' પુસ્તકનું વિમોચન

Compassion Campaign 2025 Chief Minister Bhupendra Patel launched 'Karuna Abhiyan - 2025', visited Wildlife Care Center

Compassion Campaign 2025 Chief Minister Bhupendra Patel launched 'Karuna Abhiyan - 2025', visited Wildlife Care Center

News Continuous Bureau | Mumbai 

Compassion Campaign 2025:  મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ‘ લૉન્ચ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા ત્યાર કરવામાં આવેલું ‘કરુણા અભિયાન‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ‘કરુણા અભિયાન -૨૦૨૫ સિગ્નેચર’ કેમ્પનમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી.સિંગએ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Kite Festival : ચાઈનીઝ દોરીથી સાવધાન! ઉત્તરાયણ પહેલા બાઈક ચાલક યુવકનું ગળું કપાયું; આવ્યા 9 ટાંકા…

Compassion Campaign 2025:  મુખ્યમંત્રીશ્રીની આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારના સચિવ શ્રી સંદિપ કુમાર, અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી સુશ્રી પ્રવિણા ડી.કે, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી જયપાલ સિંગ, અમદાવાદના નાયબ વન સંરક્ષકશ્રી પ્રિયંકાબહેન ગેહલોત અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- ૨૦૨૫ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.

રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.

આ સમાચાર પણ વાંચો:  Mission Mausam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે… સાથે IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે

Compassion Campaign 2025કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લાં આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ ૬૫,૭૦૦થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Consumer Protection: રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ… ગ્રાહક સુરક્ષા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

Compassion Campaign 2025:  ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા ૦૮ વર્ષમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦, સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે. આમ, ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version