Site icon

Heat wave safety tips : ઉનાળાની સીઝનમાં ગરમી (લૂ-હિટ સ્ટ્રોક) સામે રક્ષણ મેળવવાના અગત્યના ઉપાય

Heat wave safety tips : અમદાવાદની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાની કાળજી લઈ કેટલાક ઉપાયો અને પ્રાથમિક સ્તરની જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

Heat wave safety tips Important measures to protect against heat in the summer season

Heat wave safety tips Important measures to protect against heat in the summer season

News Continuous Bureau | Mumbai

Heat wave safety tips : ગરમીનો પ્રકોપ દીવસે ને દીવસે વધી રહ્યો છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શું-શું કરી શકાય તે અંગે જિલ્લા પંચાયત, અમદાવાદની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાની કાળજી લઈ કેટલાક ઉપાયો અને પ્રાથમિક સ્તરની જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઉંચા સ્તર પર પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. આ હિટ સ્ટ્રોકની અસર વૃધ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, તેમજ મજૂરી કામ કરતા લોકોને વધુ અને જલ્દીથી અસર કરે છે.

હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય ત્યારે માથામાં દુખાવો થવો, પરસેવો ના થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી જેવા લક્ષણો જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો :  વધતી ગરમીનો સામનો કરવા માટે એક પર્યાવરણને અનુકૂળ પ્રયાસ, ગુજરાતના આ શહેરમાં બન્યો પહેલો ‘કૂલ બસ સ્ટોપ’..

આ પ્રકારની પરિસ્થિતીથી બચવા પાણી વધુ પીવું જોઈએ, નાહવાનું પ્રમાણ વધારવું જોઈએ, સફેદ અને હલકા રંગના કપડા પહેરવા જોઈએ, બંધ કારમાં બેસવાનું ટાળવું જોઈએ, તેમજ આલ્કોહોલ અને કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ અને કામ વગર બહાર પણ ન નિકળવું જોઈએ.

જો વ્યક્તિ હિટ સ્ટ્રોકનો ભોગ બને તો તેણે અથવા તેની આસપાસના વ્યક્તિએ ૧૦૮ ઈમર્જન્સી સેવાનો સંપર્ક સાધવો તેમજ સારવાર મળે ત્યાં સુધી ભોગ બનેલ વ્યક્તિને તેના પગ જમીનથી થોડા ઉંચા રહે તેમ સુવડાવવો, પંખાની સીધી હવા તેના શરીર પર આવે તે રીતે સુવડાવવો, દર્દીના બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડા, ટુવાલ, બરફ મુકવો તેમજ તેને ઠંડુ સાદુ પાણી પીવડાવતા રહેવું જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version