Site icon News Continuous Bureau | Mumbai

ICSI: ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) યુવોત્સવ યોજાશે

ICSI: ICSI તા.12 જાન્યુઆરી 2025નાં રોજ ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે યુવોત્સવનાં 25મા સંસ્કરણનું આયોજન કરી રહ્યું છે.

ICSI The Institute of Company Secretaries of India (ICSI) will hold a youth festival

ICSI The Institute of Company Secretaries of India (ICSI) will hold a youth festival

ICSI:  શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર ઉજવાતો યુવોત્સવ એક વ્યવહારુ શિક્ષણ અનુભવ છે, જે ICSI વિદ્યાર્થીઓને તેમની કુશળતા વિકસાવવાની તક પૂરી પાડે છે.

આ વર્ષે દેશભરના 1300 થી વધુ ICSI વિદ્યાર્થીઓ યુવોત્સવમાં ભાગ લેવા અને બે દિવસ તા.11 અને 12 જાન્યુઆરી, 2025 ના રોજ અનુક્રમે નિરમા યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ અને ગાંધીનગર ટાઉનહોલ ખાતે 23 પ્રતિભા-આધારિત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર છે.

Join Our WhatsApp Channel

યુવા ભાવનાની ઉજવણી તરીકે યુવોત્સવ તા.12 જાન્યુઆરી 2025ના રોજ યુવામાર્ચથી શરૂ થશે. ત્યાર બાદ ભાગ લેનારા ICSI વિદ્યાર્થીઓ માટે એક પરિષદનું આયોજન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

ICSI:  ICSI અંગે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) એ ભારતમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાયનાં નિયમન અને વિકાસ માટે સંસદનાં કાયદા, એટલે કે કંપની સેક્રેટરીઝ એકટ, 1980 હેઠળ સ્થાપિત એક અગ્રણી વ્યાવસાયિક સંસ્થા છે. તે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયનાં અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે. સંસ્થા, એક સક્રિય સંસ્થા હોવાને કારણે, કંપની સેક્રેટરીઝ કોર્સનાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને ઉચ્ચ- ગુણવત્તાવાળા શિક્ષણ અને CS સભ્યો માટે શ્રેષ્ઠ ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસ્થામાં 72,000થી વધુ સભ્યો છે અને લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ કાર્યરત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Exit mobile version