Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો, ભારતીય રેલવે મુંબઈ-અમદાવાદ વચ્ચે 3 જોડી સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે, જાણો સમયપત્રક

Western Railway: રેલ પ્રસાસન દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે) ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Western Railway Increasing passenger convenience, Indian Railways will run 3 pairs of special trains between Mumbai-Ahmedabad, know the schedule

Western Railway Increasing passenger convenience, Indian Railways will run 3 pairs of special trains between Mumbai-Ahmedabad, know the schedule

News Continuous Bureau | Mumbai 

Western Railway:  રેલ પ્રસાસન દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે) ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

1. ટ્રેન નં. 09009/09010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
ટ્રેન નંબર 09009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે.
માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં અનુભૂતિ ક્લાસ, એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને વિસ્ટાડોમ એસી કોચ હશે.

2. ટ્રેન નં. 01155/01156 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
ટ્રેન નંબર 01155 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01156 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.
માર્ગ માં,બંને દિશાઓ માં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-I ટાયર, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

આ સમાચાર પણ વાંચો : Nita ambani: ટ્રેડિશનલ જામેવાર સાડી પહેરીને ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં પહોંચી નીતા અંબાણી પહોંચ્યા, બિઝનેસ વુમન ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

3 ટ્રેન નં. 01157/01158 દાદર (સેન્ટ્રલ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ટ્રિપ)
ટ્રેન નંબર 01157 દાદર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ દાદર (સેન્ટ્રલ) થી 00:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 01158 – અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:55 વાગ્યે દાદર પહોંચશે.
માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં AC-I ટાયર, AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ રેહશે.

Western Railway:  ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ 23 જાન્યુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai। મંત્રી ગિરીશ મહાજન સામે મહિલાનો આક્રોશ ટ્રાફિક જામ મુદ્દે પોલીસ અને તંત્રની પોલ ખોલી
Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી
Tardeo Accident। તાડદેવમાં પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધનો જીવ લીધો હોટલ મેનેજરની ધરપકડ
Saki Naka Crime। સાકીનાકામાં પ્રેમીની ગદ્દારી પ્રેમિકાએ આર્થિક મદદનો ઇનકાર કરતા પ્રેમીએ જ ઘરમાં કર્યો લાખોની ચોરીનો હાથફેરો
Exit mobile version