News Continuous Bureau | Mumbai

Lok sabha election 2024 : મેટ્રો ટ્રેનમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ, મેટ્રો ટ્રેનમાં મુસાફર કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ

Lok sabha election 2024 : યુવાનોએ મતદાન પર્વના મહત્ત્વ વિશે લોકોને સમજ આપી હતી. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

 News Continuous Bureau | Mumbai 

 Lok sabha election 2024 : 

Join Our WhatsApp Channel

અમદાવાદ ( Ahmedabad ) જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન ( Voting ) જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક આઇકોનિક સ્થળ પર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 Lok sabha election 2024 Voting oath taken by citizens traveling in ahemdabad metro train

અમદાવાદ શહેરના મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ટ્રેન ( Metro train ) માં ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત યુવાનો દ્વારા મેટ્રો સ્ટેશન ખાતે ‘મતદાન જાગૃતિ’ અંગે આકર્ષક રંગોળી કંડારવામાં આવી હતી.

 Lok sabha election 2024 નાગરિકો સાથે મતદાન (Voting ) કરવા મુદ્દે સંવાદ સાધ્યો

પ્રથમ વખતના યુવા મતદારો ( Voters ) એ ગુજરાત યુનિવર્સિટીથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન નાગરિકો સાથે મતદાન કરવા મુદ્દે સંવાદ સાધ્યો હતો. 

યુવાનોએ મતદાન પર્વના મહત્ત્વ વિશે લોકોને સમજ આપી હતી. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી. વધુમાં મતદાનની પ્રક્રિયા જેવી બાબતો વિશે પણ માહિતી આપી હતી.

 Lok sabha election 2024 સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ  

યુવાનો દ્વારા મેટ્રો ટ્રેનમાં ‘દસ મિનિટ, દેશ માટે’ના નાદ સાથે મુસાફરી કરતા સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. મુસાફરોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Mumbai Five Star Hotel Molestation મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મહિલા કન્સલ્ટન્ટ સાથે છેડતીનો પ્રયાસ અમદાવાદનો વેપારી એરપોર્ટ પરથી પકડાયો
Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Exit mobile version