Site icon

Namo Bharat Rapid Rail : 9 જૂનથી અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ નો સાણંદ તથા આંબલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ

Namo Bharat Rapid Rail :નમો ભારત રૈપિડ રેલ નો કેટલાક સ્ટેશનો પર સમયમાં આંશિક પરિવર્તન

Namo Bharat Rapid Rail Western Railway Announces 2 New Stoppages for Ahmedabad - Bhuj Namo Bharat Rapid Rail

Namo Bharat Rapid Rail Western Railway Announces 2 New Stoppages for Ahmedabad - Bhuj Namo Bharat Rapid Rail

News Continuous Bureau | Mumbai

Namo Bharat Rapid Rail :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે પ્રતિષ્ઠિત ટ્રેન સંખ્યા 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રૈપીડ રેલને 9 જૂન,2025થી આંબલી રોડ અને સાણંદ સ્ટેશનો પર પ્રાયોગિક આધાર પર વધારાના સ્ટોપેજ આપવામાં આવી રહ્યા છે. આ વધારાના સ્ટોપેજ ને કારણે આ ટ્રેનના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન ના સમય માં આંશિક પરિવર્તન થશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

9 જૂન,2025થી ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપીડ રેલ અમદાવાદ થી 17.30 કલાક ને બદલે 17.25 કલાકે ઉપડશે તથા આગમન/પ્રસ્થાન નો સમય સાબરમતી સ્ટેશન પર 17.35/17.37 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 17.40/17.42 કલાકે, આંબલી રોડ સ્ટેશન પર 17.47/17.49 કલાકે, સાણંદ સ્ટેશન પર 17.59/18.01 કલાકે, વિરમગામ સ્ટેશન પર 18.27/18.29 કલાકે, ધ્રાંગધ્રા સ્ટેશન પર 19.14/19.16 કલાકે તથા હળવદ સ્ટેશન પર 19.41/19.43 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.

આ સમાચાર પણ વાંચો :  World Oceans Day 2025: આવતીકાલે ૮મી જૂન:વિશ્વ મહાસાગર દિવસ, સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ મત્સ્ય લાભાર્થીઓને ત્રણ વર્ષમાં રૂ.૨.૮૭ કરોડની સાધન-સહાય આપી

એ જ રીતે, 09 જૂન,2025 થી ટ્રેન સંખ્યા 94802 ભુજ – અમદાવાદ નમો ભારત રૈપીડ રેલનો આગમન-પ્રસ્થાનનો સમય સાણંદ સ્ટેશન પર 09.48/09.50 કલાકે,આંબલી રોડ સ્ટેશન પર 09.59/10.01 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 10.08/10.10 કલાકે,સાબરમતી સ્ટેશન પર 10.20/10.22 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય

વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Morbi ceramic industry: વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલો
Earthquake in Kachchh: કચ્છમાં વહેલી સવારે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ: રાપર અને ભચાઉમાં જોરદાર આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા; જાણો શું છે લેટેસ્ટ અપડેટ.
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Exit mobile version