Site icon News Continuous Bureau | Mumbai

Northern Railway : લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે લેવાશે ટ્રાફિક અને પાવર બ્લોક, આ ટ્રેનોને થશે અસર..

Northern Railway : ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક

Northern Railway lucknow division railway to operate power block

Northern Railway lucknow division railway to operate power block

News Continuous Bureau | Mumbai

Northern Railway : ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

Northern Railway :સંપૂર્ણપણે રદ ટ્રેનો :

1. 21, 28 માર્ચ અને 4, 11, 18, 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે.
2. 24, 31 માર્ચ અને 7, 14, 21, 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.
3. 21,28 માર્ચ અને 4,11,18, 25 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે.
4. 24,31 માર્ચ અને 7,14,21, 28 એપ્રિલ 2025ના રોજ દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

Northern Railway : પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો :

1. 22,24,29,31 માર્ચ અને 5,7,12,14,19,21,26,28 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બુઢવલ-લખનઉ-કાનપુર સેન્ટ્રલ-કાસગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ-સીતાપુર સિટી-શાહજહાંપુર-કાસગંજ ના રસ્તે ચાલશે
2. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-લખનઉ-કાનપુર સેન્ટ્રલના બદલે છપરા-વારાણસી સિટી-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે
3. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોરખપુર-ઔંડિહાર-જૌનપુર-જંઘઈ-ફાફામઉ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો: Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Five Star Hotel Molestation મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મહિલા કન્સલ્ટન્ટ સાથે છેડતીનો પ્રયાસ અમદાવાદનો વેપારી એરપોર્ટ પરથી પકડાયો
Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Exit mobile version