Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું

News Continuous Bureau | Mumbai

Organ Donation :

સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશસેવા માટે કામ લાગે છે આ વાત ખરા અર્થમાં ચરિતાર્થ થઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન કરીને પરોપકારભાવ સાથે દેશ સેવાનો પરચો આપ્યો. આ અંગે વધુ માહીતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ ૧૯૯ મું અંગદાન થયું છે.


મુળ પ.બંગાળ ના રહેવાસી ૪૮ વર્ષીય રાધાક્રિષ્ન રાય BSF માં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. તા.૨૯.૦૬.૨૬ ના રોજ નાના ચીલોડા ખાતે સાંજે ૮ વાગ્યાની આસપાસ એક્ટીવા સ્લીપ થતા તેઓને માથા ના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ તેમને તે જ દીવસે મોડી રાતે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ જવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તા. ૦૩.૦૭.૨૫ ના રોજ ડૉક્ટરોએ રાધાક્રિષ્ન રાયને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરીવારજનો એ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલ અને એક લીવર તેમજ બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

 

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૯ અંગદાતાઓ થકી કુલ ૬૫૨ અંગો નું દાન મળેલ છે. જેમાં ૧૭૪ – લીવર, ૩૬૨- કીડની, ૧૩-સ્વાદુપિંડ, ૬૩-હ્રદય, ૩૨-ફેફસા, ૬-હાથ, ૨-નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ ૧૯૯ માં અંગદાન સાથે આજ દિન સુધી ૬૩૩ જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતુ.

BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાન નુ આ પગલુ માત્ર માનવતા ની એક સેવા નહી પરંતુ આપણા વીર જવાનો ની સાચી ઓળખ છે. જીવનભર ભારતીય સેના માં સેવા માટે અને મ્રુત્યુ બાદ અંગદાન કરી અનેક પરીવારો ના જીવન માં નવી આશા માટે આપણે સૌ બીએસએફ જવાન અને તેમના પરીવાર ના હંમેશા ઋણી રહીશુ તેમ ડૉ. જોષીએ જણાવ્યુ હતુ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version