Site icon

BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “જંતુનાશકો અને તેમની રચનાઓ-પરીક્ષણ પદ્ધતિઓ” પર માનક મંથનનું આયોજન

BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે

Organization of Standardization Workshop on “Pesticides and their Compositions-Methods of Test” by Bureau of Indian Standards, Ahmedabad

Organization of Standardization Workshop on “Pesticides and their Compositions-Methods of Test” by Bureau of Indian Standards, Ahmedabad

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad:  ભારતીય માનક બ્યુરો ( BIS ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ( Indian standards ) ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. 

Join Our WhatsApp Community

BIS અમદાવાદ દ્વારા 25મી જુલાઈ 2024 ના રોજ કોન્ફરન્સ હોલ, કૃષિ નિયામક કચેરી, સેક્ટર 10A, CH રોડ, ગાંધીનગર ખાતે ડ્રાફ્ટ  ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 6940 “જંતુનાશકો અને તેમની રચના-પરીક્ષણ પદ્ધતિઓ” ( Pesticides and their composition-testing methods ) પર “માનક મંથન”નું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રાલય ( Agriculture Ministry ) , ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ ,જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળાઓ (ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ) અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત 20 થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો  અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળ અથવા ડ્રાફ્ટ તબક્કામાં માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો  એક કાર્યક્રમ છે.

સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસને સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત ડ્રાફ્ટ માનક ઘડવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ માનક પરિક્ષણ પરિમાણોની પદ્ધતિઓને સંબોધિત કરે છે, જે સામાન્ય રીતે વિવિધ જંતુનાશકોને લાગુ પડે છે, જેનો વ્યાપકપણે કૃષિ હેતુ માટે ઉપયોગ થાય છે.

આ સમાચાર પણ વાંચો  : Boisar Goods Train Derailed : દેશમાં વધુ એક રેલ દુર્ઘટના, મહારાષ્ટ્રના આ રેલવે સ્ટેશન પાસે માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા..

શ્રી રાહુલ પુષ્કરે, વૈજ્ઞાનિક-સી/ડેપ્યુટી ડાયરેક્ટર BISની પ્રવૃત્તિઓ, માનકો ની ભૂમિકા અને ગુણવત્તા નિયંત્રણ ( Quality control ) આદેશો પર પ્રેઝન્ટેશન આપ્યું. શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી /ડેપ્યુટી ડાયરેક્ટર એ BIS ઓનલાઈન પ્રવૃત્તિઓ અને ડ્રાફ્ટ IS 6940ના મહત્વ વિશે પ્રેઝન્ટેશન આપ્યું.

શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી /ડેપ્યુટી ડાયરેક્ટરએ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો . તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારોબંને ને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version