Site icon

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે ઉદ્ઘાટન, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવશે.

PM Modi to participate in birth centenary celebrations of Pramukh Swami Maharaj

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે ઉદ્ઘાટન, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે.  શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન બાદ શહેર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. મળતી વિગતો અનુસાર તેના માટે ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યા છે. 

અમદાવાદના ઓગંજ ખાતે  600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ઉદઘાટન સમારોહ સાંજે 5 થી 7.30 દરમિયાન યોજાશે. ત્યાર બાદ આજથી એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો.Defense news: ભારતીય સૈનિકોએ બોર્ડર પર ચીની સૈનિકોને દંડાથી પીટાઈ કરી નાખી, રીતસરના ભગાડી મૂક્યા. 

પીએમ મોદી અને મહંતસ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજન અને વિધિ સાથે આ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ તેમજ નવા મુખ્યમંત્રી સહિત સંતો અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના ભક્તો અને મહેમાનો વિશેષ હાજરી આપશે. આ કાર્યક્રમમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો અને સેંકડો સ્વામીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ઉત્સવ સ્થળની મધ્યમાં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સોનેરી પ્રતિમા 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી શિલા પર સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પ્રમુખસ્વામી મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો પણ છે. દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે ફ્રી એન્ટ્રીછે. રજીસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે. અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version