Site icon

Postal Pension Court : ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આ તારીખે યોજાશે ડાક/પેન્શન અદાલત

Postal Pension Court : કોવીડ-19ની મહામારીને ધ્યાનમાં લેતા જો કોઈ નાગરિક/પેન્શનર વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડવા માંગતા હોય તો તેમણે તેમની ફરિયાદની વિગતો સાથે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો કે જેથી તેમને વી.સી.માં જોડાવા માટેની જરૂરી લિંકની જાણ કરી શકાય.,

PostalPension Court for settlement of questions relating to postal service and pension

PostalPension Court for settlement of questions relating to postal service and pension

News Continuous Bureau | Mumbai

Postal Pension Court : ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ ઓફિસ જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380 001 ખાતે તા. 31-01-2024ને સોમવારના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

Join Our WhatsApp Community

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજીલન્સ) કેમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ને મોડામાં મોડી તારીખ 25-01-2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારીત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં.

પ્રવર્તમાન કોવીડ-19ની મહામારીને ધ્યાનમાં લેતા જો કોઈ નાગરિક/પેન્શનર વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડવા માંગતા હોય તો તેમણે તેમની ફરિયાદની વિગતો સાથે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો કે જેથી તેમને વી.સી.માં જોડાવા માટેની જરૂરી લિંકની જાણ કરી શકાય.,

આ સમાચાર પણ વાંચો :  Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, આ બીમારી સામે હાર્યા જિંદગીની જંગ..

સદર ભાગ લેનાર વ્યક્તિ / પેન્શનર, પોતાની પાસે ઈન્ટરનેટ કનેક્શન સાથેનો સ્માર્ટ ફોન / લેપટોપ હોવું જરૂરી છે, અને તે બાબતે તે સુનિશ્ચિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version