Site icon News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad Quality Walkathon: વિશ્વ માનક દિવસ નિમિત્તે BIS અમદાવાદે દ્વારા ક્વોલિટી વોકાથોનનું કર્યું આયોજન, પ્રતિભાગીઓને લેવડાવી આ પ્રતિજ્ઞા.

BIS Ahmedabad Quality Walkathon: વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું

Quality Walkathon organized by BIS Ahmedabad part of Standards Festival on the occasion of World Standards Day.

Quality Walkathon organized by BIS Ahmedabad part of Standards Festival on the occasion of World Standards Day.

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad Quality Walkathon:  ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. 

Join Our WhatsApp Channel

BIS અમદાવાદ ( BIS Ahmedabad  ) દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 27મી ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 1000 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની ( Quality Walkathon ) શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  PM Modi Tejasvi Surya: BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ આયર્નમેન ચેલેન્જને કર્યું સફળતાપૂર્વક પૂર્ણ, PM મોદીએ પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..

આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો.  શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS, અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની ( World Standards Day ) પ્રતિજ્ઞા લેવડાવી.

આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશક અને પ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version